
Video : બહેન અને ભાઈનો સંબંધ દુનિયામાં સૌથી ખુબસુરત માનવામાં આવે છે. હંમેશા ભાઈ અને બહેન એકબીજા સાથે દરેક સુખ અને દુ: ખ વહેંચે છે. એમાં જો ભાઈના લગ્ન (Marriage) થઈ રહ્યા હોય તો બહેન પણ ખુશીઓમાં ક્યાંય પાછળ ન રહે, ત્યારે તાજેતરમાં વરરાજાની બહેનના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બહેને તેના ભાઈના લગ્નમાં એટલો અદભૂત ડાન્સ કર્યો કે લગ્નમાં આવેલા બધા લોકો ખુશ થઈ જાય છે.આ વાયરલ વીડિયોમાં (Viral Video) બહેન તેના ભાઈના લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ dillidanceduo નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજાની બહેન શાનદાર ચણિયાચોલીમાં અને આંખો પર ચશ્મા પહેરીને ડાન્સ ફ્લોર (Dance Floor)પર શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. અને લગ્નમાં હાજરી આપનારા મહેમાનો યુવતીના ડાન્સને આનંદપુર્વક માણી રહ્યા છે. યુવતીનો ડાન્સ જોઈને કેટલાક લોકોના ચહેરા પર સ્મિત પણ જોવા મળે છે, જ્યારે કેટલાક લોકો યુવતીના ડાન્સને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળે છે.
જુઓ વીડિયો
તમને જણાવી દઈએ કે,આ ડાન્સ વીડિયો 1 ઓગસ્ટના રોજ ઇન્સ્ટાગ્રામ(Instagram) પર શેર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ વીડિયો ઇન્ટરનેટની દુનિયામાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે,એટલું જ નહિ લોકો આ વીડિયો અંગે અલગ અલગ પ્રતિક્રિયા (Comments)પણ આપી રહ્યા છે,જેમાં એક યુઝરે લખ્યું કે, “છોકરીનો ડાન્સ જોઈને અંદાજ લગાવી શકાય છે કે બહેનને ભાઈના લગ્નની સૌથી વધુ ખુશી હોય છે.” જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ યુવતીના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો: Viral Video : લગ્ન પહેલા દુલ્હનનો “સ્વેગ”, કાર લઈને નીકળી ડ્રાઇવ પર, જુઓ મજેદાર Video
આ પણ વાંચો: Viral Video : પોતાના માલિકના સ્ટેપ્સ કોપી કરીને ખૂબ નાચ્યો આ મરઘો, તમે પણ જુઓ તેનો ડાન્સ
Published On - 9:59 am, Fri, 20 August 21