ડાન્સિંગની દુનિયામાં છવાઈ ‘Lady Govinda’, જબરદસ્ત એક્સપ્રેશન અને સ્ટાઇલથી જીત્યું લોકોનું દિલ ! જુઓ Video

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા લોકો પોતાના ટેલેન્ટના કારણે ચર્ચામાં આવે છે. હાલમાં એક એવી ડાન્સિંગ સ્ટાર ચર્ચામાં છે. જેણે પોતાના અનોખા અંદાજથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેનું નામ છે શુચિ વ્યાસ છે.

ડાન્સિંગની દુનિયામાં છવાઈ Lady Govinda, જબરદસ્ત એક્સપ્રેશન અને સ્ટાઇલથી જીત્યું લોકોનું દિલ ! જુઓ Video
Shuchi Vyas Viral Dance Video
Image Credit source: AI Generated
| Updated on: Jul 11, 2026 | 12:12 PM

શુચિ વ્યાસના ડાન્સ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેના ડાન્સ કરવાની સ્ટાઇલ, ચહેરાના હાવભાવ અને પરફોર્મન્સ જોઈને લોકોને બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાની યાદ આવી જાય છે. આ જ કારણ છે કે તેના ફેન્સે તેને ‘લેડી ગોવિંદા’નું નામ આપ્યું છે.

તાજેતરમાં તેનો એક ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેને લાખો લોકોએ પસંદ કર્યો છે. આ વીડિયોમાં શુચિ પોતાના ખાસ અંદાજમાં ડાન્સ કરતી જોવાઈ રહી છે. તેના મૂવ્સ અને એક્સપ્રેશન જોઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હોવાનું સામે આવ્યું છે.

વ્યક્તિમાં સ્કિલ્સ હોય તો તે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ઓળખ બનાવી શકે

શુચિ વ્યાસ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તે ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર સતત પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. તેના વીડિયો પર ફેન્સ કોમેન્ટ કરીને તેના ટેલેન્ટની પ્રશંસા કરે છે. તેના ડાન્સમાં બોલિવૂડ સ્ટાઇલ લુક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હિન્દી ગીતો પર તેના એક્સપ્રેશન અને પરફોર્મન્સ લોકોને પસંદ આવ્યા છે. તે પોતાના લુકમાં વધારે પ્રયોગ કરતા નથી. પરંતુ ગીતોની પસંદગી અને ડાન્સ કરવાની તેની અલગ સ્ટાઇલ તેને અન્ય લોકોથી અલગ બનાવી રહી છે.

શુચિ વ્યાસની લોકપ્રિયતા વધી રહી છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ બની ગઈ છે. તેનું ટેલેન્ટ એ વાતનો પુરાવો છે કે જો કોઈ વ્યક્તિમાં સ્કિલ્સ અને મહેનત હોય તો તે સોશિયલ મીડિયા દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી શકે છે.

આ પણ વાંચો, ગરવા ગિરનારની તળેટીમાં યોજાઈ દૂધધારા પરિક્રમા, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યો પરિક્રમા પથ- Video

Follow Us