
Viral Video: મગર કેટલો ક્રૂર છે તે કહેવાની જરૂર નથી. એવું કહેવાય છે કે પાણીની અંદર રહેતો આ ‘રાક્ષસ’ જંગલના રાજા એટલે કે બબ્બર શેર સિંહ કરતાં પણ વધુ ઘાતક અને ખતરનાક છે. જો આ ભયંકર પ્રાણી તેના શક્તિશાળી જડબામાં કોઈને જકડી લે તો પછી તેના મુખમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે અને તે કોઈ પણ પ્રાણી હોય કે માણસ તેનું કાર્ય ચોક્કસ પણે તમામ જ કરી દે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે અને વિચારવા મજબૂર થઈ ગયા છે. સાથે જ અનેક લોકોના હૃદયના ધબકારા વધી ગયા છે.
વાસ્તવમાં, વીડિયોમાં, માનવભક્ષી પ્રાણીની બાજુમાં એક વ્યક્તિ સુતી છે, મગર વાંઘ જેવા ઘાતક પ્રાણી જેની નજીક જતા પણ લોકો ધ્રૂજી ઉઠે છે ત્યારે આ યુવક એવી રીતે આરામ કરતા જોવા મળે છે કે તમારી આંખો પલકારો ચૂકી જશે અને તમે જોતા જ રહી જશો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક વિશાળ અને ખૂબ જ ડરામણો મગર જોઈ શકાય છે. તેની બાજુમાં એક માણસ સુઈ રહ્યો છે. થોડીક સેકન્ડની આ ક્લિપથી લોકોના હૃદયના ધબકારા વધી ગયા છે. અનુમાન કરો કે જો મગર ગુસ્સે થયો હોત તો માણસનું શું થાત!. મગર તે માણસને ફાડી પણ ખાત પણા આ વીડિયો જોઈ બધા વિચારમાં પડી ગયા છે.
સોશિયલ મીડિયા પર રોજ નવા નવા વીડિયો સામે આવતા હોય છે જેમાં ઘણા વીડિયો હાસ્યસ્પદ હોય છે તો ક્યારેક ચોંકાવનારા વીડિયો સામે આવતા હોય છે જે લોકોને દંગ કરી દે છે. તેવો આ વીડિયો આજે વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે માણસ વિશાળ મગરની બાજુમાં ખૂબ જ આરામથી સૂતો હોવા છતાં, તે ખરેખર આશ્ચર્યજનક દ્રશ્ય છે. તમે જોઈ શકો છો કે વ્યક્તિ મગરની પૂંછડીની બાજુમાં પડેલો છે. મગરનો એક હુમલો અને તેનો જીવ પણ જઈ શક્યો હોત.
આ હૃદયદ્રાવક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @earth.reel નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે આશ્ચર્યચકિત થઈને લોકોને પૂછ્યું – શું તમારામાં એટલી હિંમત છે? દેખીતું છે કે વીડિયો જોઈને લોકોની આત્મા કંપી ગઈ છે, ત્યારે જો તેઓ ત્યાં હાજર હોત તો શું થાત.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો