Viral Video: રેસની શરુઆતમાં પડી ગઈ છતાં અંતે જીતી ગઈ મહિલા, હિંમતવાન એથલિટે જીત્યુ સૌનું દિલ

જીવનનમાં ગમે તેવી મુશ્કેલી આવે પણ જે વ્યક્તિ ક્યારેય હાર નથી માનતો, જીવનમાં સફળ થવા કામ કરતો રહે છે તે વ્યક્તિ જીવનમાં એક દિવસ જરુરી સફળ થાય છે. હાલમાં આ જ વાતની સાબિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: રેસની શરુઆતમાં પડી ગઈ છતાં અંતે જીતી ગઈ મહિલા, હિંમતવાન એથલિટે જીત્યુ સૌનું દિલ
Shocking Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 18, 2023 | 11:39 PM

લહેરો સે ડર કે નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, આ હિન્દી કહેવત તમે સાંભળી જ હશે. જીવનનમાં ગમે તેવી મુશ્કેલી આવે પણ જે વ્યક્તિ ક્યારેય હાર નથી માનતો, જીવનમાં સફળ થવા કામ કરતો રહે છે તે વ્યક્તિ જીવનમાં એક દિવસ જરુરી સફળ થાય છે. હાલમાં આ જ વાતની સાબિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક રેસ ટ્રેકના દ્રશ્યો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં મહિલા એથલિટ વચ્ચે રેસ થઈ રહી છે. આ રેસમાં કેટલીક બાંધાઓને પાર કરીને લક્ષ્ય સુધી પહોંચવાનું હોય છે. વાયરલ વીડિયોમાં એક મહિલા એથલિટ શરુઆતમાં જ નિયંત્રણ ગુમાવતી જોવા મળી રહી છે પણ અંતે જે થાય છે તેને જોઈને સૌ કોઈ ખુશ થઈ જાય છે.

રેસની શરુઆતમાં જે મહિલા એથલિટ જમીન પર પડી જવાથી સૌથી પાછળ હતી, તેણે જ હિંમત કરીને તમામ બાંધાઓને સૌથી પહેલા પાર કરી. વીડિયોના અંતે જોવા મળી રહ્યું છે કે તે મહિલા એથલિટ સૌથી આગળ ચાલી રહી છે. આ મહિલા એથલિટનો વીડિયો સૌ માટે એક પ્રેરણા બન્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જીવનમાં મોટિવેશન આપતો વીડિયો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ વીડિયો જોઈ મને હિંમત મળી. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હિંમતને સલામ.