આજની જનરેશન ગજબ છે ! મોબાઈલ કેમ ન વાપરવો જોઈએ? બાળકોના જવાબ સાંભળીને તમને શરમ આવશે – જુઓ Video

હાલના સમયમાં જેટલો ટાઈમ આપણે કામમાં નથી આપતા તેનાથી વધારે ટાઈમ તો સ્માર્ટફોનમાં આપીએ છીએ. જો કે, હવે બાળકો સમજી ગયા છે કે મોબાઈલનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ.

આજની જનરેશન ગજબ છે ! મોબાઈલ કેમ ન વાપરવો જોઈએ? બાળકોના જવાબ સાંભળીને તમને શરમ આવશે - જુઓ Video
| Updated on: Aug 04, 2025 | 3:53 PM

આજના ડિજિટલ યુગમાં બાળકોથી લઈને વડીલ વર્ગના લોકો મોબાઇલમાં રચ્યા-પચ્યા રહે છે. સ્માર્ટફોનથી લોકોના કામ તો સરળ બન્યા છે પણ તેનો વધુ પડતો ઉપયોગ કરવો એ આપણી આંખોને અને મગજને નુકસાન પહોંચાડે છે. જો કે, બાળકો પણ સમજી ગયા છે કે મોબાઈલનો ઉપયોગ વધુ પડતો ન કરવો જોઈએ.

મોબાઈલનો ઉપયોગ કેમ ન કરવો?

એક શાળામાં જ્યારે શિક્ષકે બાળકોને પૂછ્યું કે, મોબાઈલનો ઉપયોગ વધુ પડતો કેમ ન કરવો જોઈએ? ત્યારે બાળકોએ એટલા અદભૂત જવાબો આપ્યા કે વાત ના પૂછો. શિક્ષકે બાળકોના જવાબો કેમેરામાં રેકોર્ડ કર્યા અને ઇન્ટરનેટ પર અપલોડ કર્યા. જણાવી દઈએ કે, આ જવાબો આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોનો અઢળક પ્રેમ મળી રહ્યો છે.


બાળકોના આ જવાબોએ વડીલોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. બીજીબાજુ યુઝર્સની પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક યુઝરે કહ્યું કે, બાળકો દિલના સાચા હોય છે. જ્યારે કોઈએ મજાક કરી અને કહ્યું કે, ઘરે જશે ત્યારે તેઓ સૌથી પહેલા ફોન જ હાથમાં લેશે. અન્ય એક યુઝરે લખ્યું કે, અમે આવા ક્યૂટ વીડિયો જોવા માટે જ ઇન્ટરનેટ બિલ ભરીએ છીએ.

વીડિયો ક્યારે પોસ્ટ કરવામાં આવ્યો?

આ વીડિયો 31 જુલાઈના રોજ X હેન્ડલ @ChapraZila પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, આ બાળકો કેટલા સુંદર છે, મોબાઇલ જોવાના ગેરફાયદા જણાવી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધી 1 લાખ 21 હજારથી વધુ વ્યૂઝ અને લગભગ ત્રણ હજાર લાઈક્સ મળી છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો