Viral Video : ટૂરિસ્ટના સામે આવી ગયો વાઘ, રુંવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ

Instagram Viral Video:સોશિયલ મીડિયા પર જંગલના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. લોકો જંગલ સફારીની મદદથી જંગલી પ્રાણીઓને નજીકથી જોવાનો આનંદ માણતા હોય છે. હાલમાં જંગલનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : ટૂરિસ્ટના સામે આવી ગયો વાઘ, રુંવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ
Shocking viral video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 27, 2023 | 10:30 PM

જો તમે ભયાનક પ્રાણીઓ જોવા માંગતા હોવ તો જંગલ સફારીથી સારો વિકલ્પ બીજો કોઈ હોઈ શકે નહીં. પરંતુ ક્યારેક તેનો અનુભવ કેટલાક લોકો માટે ડરામણો પણ સાબિત થાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વાઘનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમારા રુંવાટા ઉભા થઈ જશે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રવાસીઓ વાઘને નજીકથી જોવા ગયા હતા, પરંતુ તેમને કેવી રીતે ખબર હતી કે વાઘ તેમના નાકની નજીક પહોંચી જશે. આ પછી શું થાય છે તે તમે વીડિયોમાં જોઈ શકો છો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ખુલ્લી જીપમાં જંગલ સફારીની મજા માણી રહ્યા હતા ત્યારે એક વાઘ અચાનક વાહનની એકદમ નજીક આવી જાય છે. આ પછી પ્રવાસીઓની શું હાલત થશે એ પણ ન પૂછો. આગળ શું થાય છે, તમે વીડિયોમાં જાતે જોઈ શકો છો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સાક્ષાત મોતનો અનુભવ કરીને આવ્યા આ લોકો .બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, લોકોના હાલ બેહાલ થઈ ગયા હશે.

રુંવાટા ઉભા કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wildtrails.in નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. થોડા કલાકો પહેલા જ શેર કરાયેલા આ વીડિયો પર લગભગ દોઢ હજાર લાઈક્સ છે. જો કે આ વીડિયો જોઈને મોટાભાગના યુઝર્સ ચોંકી ગયા છે.