Viral Video: સર્કસમાં વાઘે ટ્રેનર પર કર્યો જીવલેણ હુમલો, રુંવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ

Shocking Viral video : સોશિયલ મીડિયા પર હાલમાં વિદેશના એક સર્કસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સર્કસમાં વાઘની એક હરકતથી ધમાલ મચી ગઈ હતી.

Viral Video: સર્કસમાં વાઘે ટ્રેનર પર કર્યો જીવલેણ હુમલો, રુંવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ
Shocking Viral video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 03, 2023 | 11:13 PM

જંગલના પ્રાણીઓને જોવા માટે ઘણા લોકો જંગલ સફારીમાં જતા હોય છે. જંગલમાં જંગલી પ્રાણીઓને નજીકથી જોવાનો રોમાંચ કંઈક અલગ જ હોય છે. આવા અનુભવો જીવનભર યાદ રહે છે પણ આવા જંગલી પ્રાણીઓને લોકો પોતાના ધંધાનો ભાગ પણ બનાવી લેતા હોય છે. સર્કસમાં ભૂતકાળમાં અનેક જંગલી પ્રાણીઓ જોવા મળતા હતા. સર્કસમાં વાઘ, સિંહ જેવા પ્રાણીઓને ટ્રેનિંગ આપીને તેમના પાસે અવનવા કરતબ કરાવવામાં આવતા હતા. સમય સાથે ભારતમાં સર્કસમાં આવા પ્રાણીઓને લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પણ આજે પણ દુનિયાના અનેક દેશોના સર્કસમાં આવા જંગલી પ્રાણીઓ જોવા મળે છે. હાલમાં આવા જ એક સર્કસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સર્કસમાં વાઘ અને સિંહ જેવા જંગલી પ્રાણીઓને નિયત્રંણમાં રાખવા માટે ટ્રેનર રાખવામાં આવે છે પણ જો જંગલી પ્રાણીઓને નિયત્રંણમાં રાખનાર ટ્રેનર પર જ તે જંગલી પ્રાણી નિયત્રંણ ગુમાવીને હુમલો કરે તો? કઈક આવી જ ઘટના આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયોમાં ઈટાલીના એક સર્કસનો નજારો જોવા મળી રહ્યો છે. ટ્રેનર એક વાઘને સર્કસ વચ્ચે નિયત્રંણમાં રાખી રહ્યો છે. તેવામાં જ બીજો વાઘ તેના પર હુમલો કરી દે છે. તે ટ્રેનરને જકડી લે છે. આ રુંવાટા ઊભા કરી દેતી ઘટનામાં આગળ શું બન્યુ તે જાણવા મળ્યુ નથી પણ આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનની કૃપા હોય તો આવી સ્થિતિમાં બચી શકાય. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ટ્રેનરની ખરાબ ટ્રેનિંગને કારણે આવું થયુ હશે.