Viral Video : ઊંધી રિક્ષા ચલાવતો ડ્રાઈવર થયો વાયરલ, લોકોએ કહ્યું – આ શું કરી રહ્યાં છો ?

Twitter Viral Video: મહારાષ્ટ્રમાં હાલમાં એક વિચિત્ર પ્રકારની રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : ઊંધી રિક્ષા ચલાવતો ડ્રાઈવર થયો વાયરલ, લોકોએ કહ્યું - આ શું કરી રહ્યાં છો ?
Shocking Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 25, 2023 | 6:10 PM

ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના સાંગલીમાં એક વિચિત્ર પ્રકારની રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિચિત્ર રેસ વિશે જાણીને અન્ય યુઝર્સની જેમ તમે પણ દંગ રહી જશો. મહારાષ્ટ્રના સાંગલીમાં હરિપુર નામના ગામમાં સંગમેશ્વર યાત્રાના પ્રસંગે રિવર્સમાં રિક્ષા ભગાવવાની રેસ યોજાઈ હતી. આ સ્પર્ધાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ વિચિત્ર પ્રકારની રેસ કેમ કરવામાં આવે છે, તેની પાછળનું કારણ હાલ જાણવા મળ્યું નથી. પણ આવી વિચિત્ર રેસ તમે પણ પહેલા ભાગ્યે જ જોઈ હશે. આ પહેલા પણ ભારતના ગામડાઓમાં જમીન પર યુવકોને સૂવડાવી બળદ દોડાવવા, રાતના અંધારામાં એકબીજા પર ફટાકડા નાંખવા જેવી વિચિત્ર પરંપરાના વીડિયો સોશિયલ મીડિયા પર થતા રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક ગામડાના દ્રશ્યો જોઈ શકો છો. રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઊભા જોવા મળી રહ્યાં છે. આ ભીડ વચ્ચે એક રિક્ષા ચાલક ઝડપથી રિક્ષા દોડાવે છે. પણ તે સીધી રિક્ષા ભગાવવાની જગ્યાએ ઊંધી રિક્ષા દોડાવે છે. અલગ અલગ રિક્ષા ચાલક આજ રીતે આ વિચિત્ર રેસમાં ભાગ લઈ રહ્યાં છે. આ દરમિયાન એક રિક્ષા ચાલક નિયંત્રણ ગુમાવે છે અને રિક્ષા ઊંધી પડે છે. આ વીડિયોમાં રેસની લાઈવ કોમેન્ટ્રી પણ સાંભળવા મળી રહી છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ગજબના લોકો છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર રેસ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતમાં તો આવી અજબ ગજબની રેસ જોવા મળશે જ.