Viral Video: પાણી પીવડાવી આ વ્યક્તિએ કિંગ કોબરાની કરી મદદ, જીવના જોખમે ખતરનાક પ્રાણીની તરસ છીપાવી

King Cobra Viral Video: સામાન્ય રીતે કિંગ કોબરાને જોઈને લોકો દૂર ભાગતા હોય છે. પણ હાલમાં એક વ્યક્તિ કિંગ કોબરાની મદદ કરતો જોવા મળી રહ્યો છે. આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે.

Viral Video: પાણી પીવડાવી આ વ્યક્તિએ કિંગ કોબરાની કરી મદદ, જીવના જોખમે ખતરનાક પ્રાણીની તરસ છીપાવી
Shocking Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 19, 2023 | 6:12 PM

આખી દુનિયામાં સાપ સહિત અનેક પ્રાણીઓની ખતરનાક પ્રજાતિઓ જોવા મળે છે. સાપમાં કિંગ કોબરા જેવી વિભિન્ન ખતરનાક પ્રજાતિઓ જોવા મળે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે બધા સાપ ઝેરીલા હોય છે. પણ દરેક સાપ ઝેરીલા હોતા નથી. કિંગ કોબરા એવા સાપની પ્રજાતિઓમાંથી એક છે જેનાથી લોકો દૂર જ રહે છે. હાલમાં આવા જ એક કિંગ કોબરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયો ટ્વિટરથી એક યુઝરે શેયર કર્યો છે. વાયરલ વીડિયોમાં વૃક્ષોથી ઘેરાયેલા એક વિસ્તારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં એક કિંગ કોબરા પણ જોવા મળી રહ્યો છે. કિંગ કોબરાને પાણીની તરસ લાગી હોવાથી પાણીની શોધમાં આમ-તેમ ભટકી રહ્યો હતો. એક વ્યક્તિ આ કિંગ કોબરાને તરત છીપાવવાની હિંમત કરતો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના ઘરની બહારના બગીચામાં આવેલા આ કિંગ કોબરાને પાણી પીવડાવતો જોવા મળી રહ્યો છે. તે વૃક્ષો, છોડવા અને બગીચામાં પાણી છાંટવાના પાઈપથી તે કિંગ કોબરાને પાણી પીવડાવી રહ્યો છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video: રેસની શરુઆતમાં પડી ગઈ છતાં અંતે જીતી ગઈ મહિલા, હિંમતવાન એથલિટે જીત્યુ સૌનું દિલ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ માણસની હિંમતને સલામ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ માનવતાનું કામ છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોજે, ભાઈ કોબરા પર પીઠ પાછળ વાર કરી શકે છે.