પૃથ્વી પર આવા અનેક જીવો છે, જેઓ માંસાહારી છે અને અન્ય જીવોનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. ઉદાહરણ તરીકે, સિંહ, વાઘ અને દીપડા જેવા પ્રાણીઓ અન્ય જંગલી પ્રાણીઓને પોતાનો શિકાર બનાવે છે અને તેમને મારીને ખાય છે. સાપ પણ આવું જ કરે છે. તેઓ જંતુઓ, દેડકા અને ગરોળી સહિતના નાના જીવોને પણ મારી નાખે છે અને ખાય છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત આવા વીડિયો પણ જોવા મળે છે, જેમાં સાપ વિવિધ પ્રકારના જીવોનો શિકાર કરતા જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને આશ્ચર્ય થયું છે.
આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી
વાસ્તવમાં આ વીડિયોમાં એક સાપ એક મોટી ગરોળી (Gecko)ને શિકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ જ્યારે બીજી ગરોળી તેના પાર્ટનરની મદદ કરવા માટે આમતેમ આકુળવ્યાકુળ થઈ જાય છે અને સાપનો સામનો કરે છે ત્યારે તેના પ્રયાસો વ્યર્થ જાય છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સાપે ગરોળીને સંપૂર્ણ રીતે જકડી લીધી છે અને તેને ખાવાની તૈયારી કરી રહ્યો છે, પરંતુ પછી બીજી ગરોળી ત્યાં પહોંચી ગઈ. સાપ તેને જોઈને ગુસ્સે થઈ જાય છે અને તેના પર હુમલો કરે છે, પરંતુ ગરોળી પણ ખૂબ જ નીડર હતી. તે સાપ સાથે જ લડવા લાગે છે. આખરે તે તેના પાર્ટનરને બચાવવામાં સફળ થાય છે.
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wildlife011 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કંબોડિયાના એક મંદિરનો છે, જ્યાં દર્શન કરવા આવેલા એક પ્રવાસીએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
આ વીડિયોને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. યુઝર્સ કહી રહ્યા છે કે માણસોએ પણ તેમની પાસેથી શીખવું જોઈએ કે મુશ્કેલીમાં ફસાયેલા પોતાના સાથીઓનો જીવ કેવી રીતે બચાવવો.