ભારતના લોકો આસ્થામાં માનનારા લોકો છે. ભારતમાં અનેક પૌરાણિક માન્યતાઓ અને પ્રથાઓ ચાલતી આવે છે. રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથોનું ભારતના ખૂણે ખૂણે રોજ પઠન થતું રહે છે. આપણે સૌ જાણીએ છે કે રાવણની કેદમાંથી છૂટયા બાદ માતા સીતાએ શ્રીરામ સામે પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડી હતી. રામાયણની આ ઘટના આજે પણ લોકોને યાદ છે. આજે કલિયુગમાં એક આવી જ અગ્નિપરીક્ષા જોવા મળી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ભાઈની પત્ની એટલે કે ભાભી સાથે અનૈતિક સંબંધ હોવાનો આરોપ આ યુવક પર લાગ્યો હતો. તેથી તેણે અગ્નિપરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. તેણે એક મેદાનમાં ગરમ અંગારા ગોઠવે છે, તેના પર તે લોખંડનો સળિયો ગરમ કરવા મુકી છે અને પોતાને નિર્દોષ સાબિત કરવા તે અગ્નિપરીક્ષા દરમિયાન તે ગરમ સળિયાને પકડીને ફેંકતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો તેલંગણાના મુલુગ ગામનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Agnipareeksha!
In a modern day version of Ramayana, a husband was made to jump into fire
in Mulugu #Telangana to prove his fidelity. Gangadhar was even made to remove a red hot spade from the fire to prove his innocence. Interestingly, it wasn’t his wife who suspected him.Cont: pic.twitter.com/zPSdKN1k82— Revathi (@revathitweets) March 1, 2023
આ પણ વાંચો : Groom Viral Video: જયમાલા પછી વરરાજાએ ડાન્સ કરીને દુલ્હનને કર્યું પ્રપોઝ, સ્ટાઈલ જોઈને મહેમાનો ચોંકી ગયા !
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હે ભગવાન શું થઈ ગયું છે આજકાલનો યુવાનોને. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનની કૃપાથી બચી ગયો બીચારો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
આ પણ વાંચો : દિયરના લગ્નમાં ભાભીએ લૂટી મહેફિલ, કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે મહેમાનો જોતા જ રહી ગયા!