Gujarati NewsTrendingShocking Viral Video Girl cook frog and ate meat people got angry
Shocking Viral Video : છોકરીએ ખાધું દેડકાનું માંસ, લોકો ગુસ્સે થયા, કહ્યું- ભગવાન તેમના માટે અલગ નરક બનાવશે
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી દેડકાને રાંધીને ખાતી જોવા મળી રહી છે. આ સામાન્ય રીતે જોવા મળતું ન હોવાથી લોકો આ દ્રશ્ય જોઈને ગુસ્સે થઈ ગયા છે.
આ દુનિયા અદ્ભુત લોકોથી ભરેલી છે, જેઓ એવા કામ કરે છે કે તેમના વિશે વિચારીને જ તમારું મન ઉડી જાય છે. તમે ઘણા લોકોને નોન-વેજ ફૂડમાં ચિકન, મટન કે માછલી ખાતા જોયા હશે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ અજીબોગરીબવસ્તુઓ પણ ખાતા હોય છે, જેમ કે કીડા, દેડકા અને સાપ અને વીંછી જેવા ખતરનાક જીવો પણ ખાઈ છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો અવાર-નવાર જોવા મળે છે, જેમાં લોકો આવા ખતરનાક અને વિચિત્ર જીવોને ખાતા જોવા મળે છે. આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને ન માત્ર તમારા હોંશ ઉડી જશે પરંતુ તમને અણગમો પણ લાગશે.
ખરેખર આ વીડિયોમાં એક છોકરી રસોઇ બનાવતી અને દેડકાને ખાતી જોવા મળી રહી છે. તમે દેડકા તો જોયા જ હશે. વરસાદના દિવસોમાં તેઓ ઘણીવાર અહીં-ત્યાં કૂદતા જોવા મળે છે. કેટલાક બાળકો એવા પણ છે જે તેમની સાથે રમવાનું પણ શરૂ કરી દે છે, પરંતુ આ વિચિત્ર દેખાતા પ્રાણીને ખાતા આવા લોકો બહુ ઓછા જોવા મળે છે, પરંતુ વીડિયોમાં દેખાતી મહિલા સાવ અલગ છે. તે દેડકાનું માંસ ખાતી જોવા મળે છે જાણે તે ચિકન ખાતી હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા તે ઘણા દેડકાઓને આગ પર રાંધે છે અને પછી તેને આનંદથી ખાવા લાગે છે. આવો નજારો જોયા પછી કોને સૂગ ના આવે?
વીડિયો જુઓ………
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ting_tong80 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 56 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે લોકો વીડિયો જોયા પછી ગુસ્સે થઈ ગયા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
કોઈ કહે છે કે, ‘ભગવાન આ લોકો માટે અલગ નરક બનાવશે.’ આ લોકો દેડકા કેવી રીતે ખાઈ શકે છે’, જ્યારે કોઈ કહે છે કે, ‘આ જોઈને મને ઉબકા આવી ગયા’. તે જ સમયે કેટલાક યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે, ‘રસોઈ કર્યા પછી દેડકા ટેસ્ટી લાગે છે’.
Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.