Viral Video : ટૂરિસ્ટ પાછળ ભાગ્યુ જિરાફ, લગાવી એવી દોડ કે લોકોના હાલ થયા બેહાલ

Instagram Viral Video: સોશિયલ મીડિયા પર રોજ જંગલને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર જંગલ સફારીનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : ટૂરિસ્ટ પાછળ ભાગ્યુ જિરાફ, લગાવી એવી દોડ કે લોકોના હાલ થયા બેહાલ
shocking Viral video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 30, 2023 | 4:41 PM

જંગલની સુંદરતા અને ખૂંખાર પ્રાણીઓને નજીકથી જોવાની ઈચ્છા ઘણા લોકોને હોય છે. તેના માટે જ દુનિયાના અલગ અલગ જંગલોમાં જંગલ સફારીની વ્યવસ્થા કરવામાં આવે છે. તમે સોશિયલ મીડિયા પર જંગલ સફારની લગતા રમૂજી અને ચોંકાવનારા અનેક વીડિયો જોયા જ હશે. વિચાર કરો કે તમે જંગલ સફારીનો આનંદ ઉઠાવી રહ્યા છો અને અચાનક સિંહ જેવો કોઈ ભયાનક પ્રાણી તમારી ગાડી પાછળ દોડ લગાવે તો, કઈ આવી જ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જંગલ વચ્ચે એક ખુલ્લી જીપ જોઈ શકો છો. આ જીપમાંથી એક મહિલા ટુરિસ્ટ વિશાળ જિરાફનો ફોટો પાડી રહી છે. પણ કદાચ જિરાફને આ વાત પસંદ નથી આવતી અને તે ટુરિસ્ટની જીપ પાછળ દોડ લગાવે છે. જેવો જિરાફ જીપ પાછળ દોડે છે કે ટુરિસ્ટની ચીસો નીકળી જાય છે.

જીપનો ડ્રાઈવર જિરાફના હુમલાથી બચવા માટે જીપને ફૂલ સ્પીડમાં ભગાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે એક-બે વાર તો જિરાફ મહિલા ટુરિસ્ટની એકદમ નજીક આવી જાય છે. જિરાફના કારણે જંગલની સુંદરતા માણવા આવેલા ટુરિસ્ટના હાલ બે હાલ થઈ જાય છે. જીપના ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે જિરાફના હુમલા સામે તમામના જીવ બચી જાય છે. આવી પ્રાણીઓના હુમલાઓ વાળા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર પહેલા પણ વાયરલ થયા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો waowafrica નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથઈ શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો લાઈક અને વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. આ વીડિયો કઈ જગ્યાનો છે અને કયા સમયનો છે તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, જંગલમાં જઈને પ્રાણીઓની આઝાદી છીનવી લેશો, તો આવું જ પરિણામ જોવા મળશે. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ ઘટનાઓ માણસો માટે ઘણો મોટો બોધ આપી જાય છે. અન્ય એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, સમય પહેલા સમજી જવું પડશે, નહીં તો આવી ઘટનાઓમાં લોકોના મોત પણ થશે.