કરોડો વર્ષો પહેલા આ ધરતી પર જંગલ વધારે જોવા મળતા હતા પણ જેમ જેમ માનવજાતનો વિકાસ થતો ગયો, તેમ તેમ જંગલોનો વિસ્તાર ઘટી ગયો. જંગલોને કાપીને મોટા શહેરો બનાવવામાં આવ્યા, જેને કારણે અનેક જંગલી પ્રાણીઓ અને પક્ષીઓના ઘર છીનવાઈ ગયા. જેને કારણે ઘણીવાર દુનિયાના અલગ અલગ જંગલ વિસ્તારમાંથી જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી પહોંચે છે. ભોજનની શોધમાં ભારતના કેરળ અને ગુવાહાટી જેવા વિસ્તારોમાં પણ હાથીઓ જોવા મળતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર હાથીનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ખુલ્લા રસ્તા પર વિશાળકાય હાથી જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી રસ્તાની વચ્ચે ગાડીનો રસ્તો રોકીનો ઉભો છે. તેની પાસે જ એક ટ્રોલીવાળી ગાડી ઊભી છે. તે ગાડી રસ્તા પરથી પસાર થવાનો પ્રયાસ કરે છે પણ હાથી તે ગાડી પર અચાનક તૂટી પડે છે. ગુસ્સામાં આવીને ગજરાજ તે ગાડીને રસ્તાના કિનારે લઈ જઈને ઊંધી કરી દે છે. તે બીજી વાર પર ગાડીને ઊંધી કરતી જોવા મળી રહ્યો છે. આ ચોંકવનારી ઘટના ગુવાહાટીમાં બની હતી.
तुमने मेरे इलाके में #घर क्यों बनाया 🤔🤔😓😓#Narengi #Guwahati today.😖😖@susantananda3 @ParveenKaswan @ipsvijrk @SudhaRamenIFS @moefcc pic.twitter.com/puaHBG5mQM
— Rupin Sharma IPS (@rupin1992) January 14, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ જ ભયાનક ઘટના.
બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,તેમના ઘરમાં ઘૂસીને તબાહી મચાવશો, તો તેઓ પણ તમારા ઘરમાં ઘૂસશે જ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,કરેલા કર્મોનું ફળ.આ વીડિયો આઈપીએસ અધિકારી રુપિન શર્માએ શેયર કર્યો છે. આ 35 સેકેન્ડના વીડિયોને 41 હજાર કરતા પણ વધારે વખત જોવામાં આવ્યો છે.