Viral Video : ટેલેન્ટેડ શ્વાનનો વીડિયો થયો વાયરલ, નાના ટ્રેકટર પર બેસીને કાપ્યું ઘાસ

Shocking Viral Video : સોશિયલ મીડિયા પર હાલમાં એક શ્વાનનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળેલા શ્વાનને તમે પહેલા ક્યારેય આ રીતે જોયો નહીં હોય. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે.

Viral Video : ટેલેન્ટેડ શ્વાનનો વીડિયો થયો વાયરલ, નાના ટ્રેકટર પર બેસીને કાપ્યું ઘાસ
Shocking Viral Video
| Edited By: | Updated on: Apr 24, 2023 | 9:16 PM

આ ધરતી પર માત્ર માણસો પાસે જ ટેલેન્ટ નથી, હવે તો પ્રાણીઓ પર પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કરી રહ્યાં છે. ગાર્ડનમાં જ્યારે ઘાસ વધી જાય છે, જ્યારે તે ઘાસને કાપવા માટે કાટર કે ઘાસ કાપનારી મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ કામ માણસો કરે છે પણ હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક શ્વાને આ કામની જવાબદારી ઉપાડી છે. આ શ્વાનનો વીડિયો જોઈ તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદેશી ધરતીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં એક શ્વાન ઘાસ કાપવાની મશીન પર બેઠો છે. તેણે મશીનના સ્ટીયરિંગ વ્હીલને પકડીને આખા ગાર્ડનનું ઘાસ કાપ્યું હતું. આ દ્રશ્યો જોઈ ત્યાંથી પસાર થતા લોકો પણ દંગ રહી ગયા હતા. આ વીડિયો જોઈને ઘણા ઓછા લોકોએ એ નોટીસ કર્યું હશે કે આ મીશન રિમોટ કંટ્રોલથી ચાલી રહ્યુ હતું. એક રીતે એમ પણ કહી શકાય કે ભવિષ્યમાં માણસો પ્રાણીઓને નોકરી પર રાખશે.

 

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,  વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હવે તો પ્રાણીઓ પણ માણસો જેવી હરકતો કરે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હવે શ્વાનને લોકો નોકરી પર રાખશે ? આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…