પાણી અને જમીન પર ફરતા મગર દુનિયાના સૌથી ખતરનાક પ્રાણીઓમાંથી એક છે. આ પ્રાણીની ટક્કર જ્યારે માણસ સાથે થાય છે, ત્યારે તે ભયાનક લડાઈમાં માણસને જ જીવ ગુમાવો પડે છે. ઘણીવાર તો મગરના ઝાપટામાં આવવાથી માણસના મૃતદેહ પણ નથી મળતા. સોશિયલ મીડિયા પર મગરની લડાઈના અને તેના શિકારના અનેક ચોંકાવનારા વીડિયો વાયરલ થતા રહે છે.
મગર, સિંહ, વાઘ, ચિંત્તા પાસે ક્યારેય દરિયાદિલીની આશા ન રાખી શકાય. દુનિયાના દરેક જીવની જેમ આ ખતરનાક પ્રાણીઓની બનાવટ અને ખાસિયત પણ અલગ અલગ હોય છે. આ પ્રાણીઓ માત્ર પોતાની સંતાન કે સંબંધીઓ માટે જ લાગણીઓ રાખી શકે છે. પણ ક્યારેક કોઈ મગરને માણસો પ્રત્યે દરિયાદિલી બતાવતા જોયો છે? હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં મગરની દરિયાદિલીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
આ વાયરલ વીડિયો કઈ જગ્યાનો અને કયા સમયનો છે તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયોમાં મગરની દરિયાદિલી જોઈ સૌ કોઈ ભાવુક થયા છે. વાયરલ વીડિયોમાં એક જળાશયમાં કોઈ બાળકનો મૃતદેહ તરીતો દેખાય છે. આ મૃતદેહ ધીરે ધીરે કિનારા તરફની બોટ પાસે આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક મગર પોતાની પીઠ પર નાના બાળકનો મૃતદેહ લઈને તેમના પરિવારને સોંપવા આવ્યો હતો.
Strange but true…
A huge crocodile appears with the body of a drowned child on its back & hands it over. The family had failed to find it from a the crocodile infested river in Indonesia.
VC:Gulf Today pic.twitter.com/HDSuKezRSh— Susanta Nanda IFS (@susantananda3) January 24, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મારી પ્રાર્થના તે બાળક અને પરિવાર સાથે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનને પ્રાર્થના કે કોઈને આવી મૌત ન આપે.