Viral Video: કાર ચાલકે સિક્યોરિટી ગાર્ડ પર ચઢાવી દીધી કાર, ઘટના પાછળની હકીકત જાણી દંગ રહી ગયા લોકો

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કાર ચાલકે પોતાનો જીવ બચાવવા માટે આ કામ કર્યું હતુ. કુશાગ્ર નામનો એક વ્યક્તિ પોતાની 2 બહેનો અને 1 જીજાને લઈને આ કારમાં બેસી આવી રહ્યો હતો. તે સમયે આ ઘટના બની હતી.

Viral Video: કાર ચાલકે સિક્યોરિટી ગાર્ડ પર ચઢાવી દીધી કાર, ઘટના પાછળની હકીકત જાણી દંગ રહી ગયા લોકો
Shocking Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 12, 2023 | 10:13 PM

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો એક ચોંકાવનારો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કાર ચાલક સિક્યોરિટ ગાર્ડ સહિત કેટલાક લોકો પર કાર ચઢાવતો જોવા મળે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કાર ચાલકે પોતાનો જીવ બચાવવા માટે આ કામ કર્યું હતુ. કુશાગ્ર નામનો એક વ્યક્તિ પોતાની 2 બહેનો અને 1 જીજાને લઈને આ કારમાં બેસી આવી રહ્યો હતો. તે સમયે આ ઘટના બની હતી. આ ઘટના પાછળની હકીકત જાણી તમે પણ ચોંકી જશો.

કુશાગ્રની એક બહેનના સાસરીવાળા તેને દહેજ માટે હેરાન કરી રહ્યા હતા. જેને કારણે કુશાગ્ર પોતાની બીજી બહેન અને તેના પતિ સાથે તેની પીડિત બહેનને લેવા આવ્યો હતો. જ્યારે તે પોતાની પીડિત બહેનને લઈને પાછો ફરી રહ્યો હતો. ત્યારે જ સિક્યોરિટી ગાર્ડ અને સાસરીવાળોઓ સહિત કેટલાક લોકોએ તેમનો રસ્તો રોક્યો અને કારની તોડફોડ કરવા લાગ્યા. જેને કારણે કુશાગ્રએ કાર આગળ વધાવી જેના કારણે સામે ઉભેલા સિક્યોરિટી ગાર્ડ અને સ્કૂટી સવાર સાથે તેની કારની ટક્કર થઈ. આ મામલે બંને તરફથી એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે.

આ રહ્યા એ ચોંકાવનારા વાયરલ વીડિયો

 

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ધીરજ અને સમજશક્તિ હોય તો આવી ઘટનાઓ ક્યારેય ન બને. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મગજ વગરના લોકો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ લોકોને કારણે જ દેશ આગળ નથી વધતો.