Shocking Viral video : ઓટો રિક્ષાની હેડલાઈટ બની ગયા ‘નાગરાજ’, દ્રશ્ય જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી

સોશિયલ મીડિયા પર કોબ્રા સાપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઓટો પર સવારી કરતો જોવા મળી રહ્યો છે. જાણે ઓટોનો કબજો લઈ લીધો હોય એવું લાગતું હતું. જે કોઈ તેની નજીક જવાનો પ્રયત્ન કરે છે, તે તેને ફુૂંફાડો મારીને કરડવા જતો હતો.

Shocking Viral video : ઓટો રિક્ષાની હેડલાઈટ બની ગયા નાગરાજ, દ્રશ્ય જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી
Shocking cobra viral video
| Edited By: | Updated on: Sep 27, 2023 | 9:01 AM

સાપ જોવો એ કોઈ મોટી વાત નથી. આ દરેક જગ્યાએ જોવા મળે છે. હા, પરંતુ સાપ શહેરોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તે ગામડાઓમાં ખૂબ જોવા મળે છે. ક્યારેક તેઓ રસ્તા પર દોડતા જોવા મળે છે તો ક્યારેક તેઓ કોઈના ઘરમાં ઘૂસી જાય છે. આવી સ્થિતિમાં લોકોની હાલત કફોડી બને છે.

આ પણ વાંચો : Delhi Metroમાં આપનું સ્વાગત છે, લિપલોક પછી કાકાનો બીડી પીતો Video Viral, જાણો પછી શું થયું ?

ઘણી વખત એવું બને છે કે સાપને ભગાડવાની કોશિશ કર્યા પછી પણ જો તે ઘરની બહાર ન નીકળે તો લોકો તેને મારવા અથવા વન વિભાગને જાણ કરવા મજબૂર થાય છે, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકોના રૂવાંડા ઉભા કરી દીધા છે.

બાળકોની ભીડ એકઠી થઈ ગઈ

વાસ્તવમાં આ વીડિયોમાં એક સાપ ઓટોની ઉપર બેઠો જોવા મળે છે. હેડલાઈટ બની ગઈ હોય તેમ તે ઓટોની સામે ફેણ ફેલાવીને ઉભો હતો. આવી સ્થિતિમાં જે તેની નજીક જવાનો પ્રયાસ કરે તે તેના પર હુમલો કરવા માટે ઉત્સુક બની જતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સાપ ઓટોની નંબર પ્લેટ પર ફેણ ફેલાવીને વળગી રહ્યો છે અને વીડિયો બનાવનાર વ્યક્તિને કરડવાની કોશિશ કરી રહ્યો છે.

જો કે સાપ તેના પર હુમલો કરે કે તરત જ તે પીછેહઠ કરે છે, કારણ કે જો આ સાપે તેને ડંખ માર્યો હોત તો તેનો જીવ જોખમમાં મુકાયો હોત. વાસ્તવમાં તે કોબ્રા સાપ હતો, જેની ગણતરી વિશ્વના સૌથી ઝેરી સાપમાં થાય છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે સાપને જોવા માટે સ્કૂલના બાળકોની ભીડ એકઠી થઈ ગઈ છે.

અહીં જુઓ શોકિંગ વીડિયો

આ દિલચસ્પ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર d_shrestha10 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે.

કેટલાક કહી રહ્યા છે કે આ ચોંકાવનારો નજારો છે, તો કેટલાક કહી રહ્યા છે કે આ ઓટો કોઈ ચોરી ન કરે તે માટે સાપ રક્ષક બની ગયો છે. આ વીડિયોના લોકેશનનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ઓટોની નંબર પ્લેટ જોઈને લાગે છે કે તે ઝારખંડનો હોઈ શકે છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો