Viral Video : પહેલા ક્યારેય નહીં જોયો હોય આવો ભયાનક અકસ્માત, કાર અથડાતા જ આકાશમાં ઊછળ્યો ડ્રાઈવર

Car Accident Video : દર વર્ષે રસ્તા પર થતા અકસ્માતમાં હજારો લોકોના મોત થતા હોય છે. સોશિયલ મીડિયા પર આવા અકસ્માતોના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર અકસ્માતનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : પહેલા ક્યારેય નહીં જોયો હોય આવો ભયાનક અકસ્માત, કાર અથડાતા જ આકાશમાં ઊછળ્યો ડ્રાઈવર
Viral Video
| Edited By: | Updated on: Jun 20, 2023 | 8:00 PM

Car Accident : ઘરેથી જ્યારે પણ કોઈ વ્યક્તિ નોકરી માટે નીકળે છે, ત્યારે તેનો પરિવાર તેની સલામતીની પ્રાર્થના જરુરથી કરતો હોય છે. ભારત સહિત દુનિયાના દરેક દેશમાં હજારો વાહનો પસાર થાય છે. કેટલીકવાર એક ડ્રાઈવરની ભૂલને કારણે મોટા અકસ્માત થતા હોય છે અને આ અકસ્માતના (Accident) થતા મોતને કારણે અનેક પરિવારો વેરવિખેર થઈ જાય છે. એટલે જ દરેક દેશની સરકાર અને ટ્રાફિક પોલીસ કાળજીપૂર્વક વાહનો ચલાવી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે.

દર વર્ષે રસ્તા પર થતા અકસ્માતમાં હજારો લોકોના મોત થતા હોય છે. સોશિયલ મીડિયા પર આવા અકસ્માતોના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર અકસ્માતનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં 2 કાર વચ્ચે ભયાનક ટક્કર જોવા મળી રહી છે. આ અકસ્માતને કારણે એક વ્યક્તિ 20 ફીટ હવામાં ઊછરે છે અને જમીન પર પછડાય છે.

આ વ્યક્તિની હાલત કેવી છે તે જાણવા નથી મળ્યું. આ વીડિયો કઈ જગ્યાનો છે તે પણ જાણવા નથી મળ્યું, આ વીડિયો દરેક ડ્રાઈવર માટે બોધ પાઠ સમાન છે.આ વીડિયો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video : માર્કેટમાં આવ્યા અજબ-ગજબ પ્રકારના બૂટ, ‘દેડકાના દેખાવ વાળા બૂટ’ સોશિયલ મીડિયા પર થયા Viral

આ રહ્યો એ ખતરનાક વાયરલ વીડિયો

 


એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તો ખતરનાક અકસ્માત છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાન કરીને આ ભાઈનો જીવ બચી ગયો હોય તો સારુ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,આ તો રુંવાટા ઊભા કરી દેતો વીડિયો છે.  આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો :  Viral Video : 2 ઊંટની રસ્તા વચ્ચે થઈ બબાલ, ગરદન પકડી પકડીને એકબીજાને ધોઈ કાઢયા

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને ચોંકી ગયા હતા. આ વીડિયોને 78 લાખ કરવા વધારે વ્યૂઝ મળ્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:18 pm, Tue, 20 June 23