ફૂડ બ્લોગરે જ્વાળામુખીની અંદર બનાવ્યો પિત્ઝા, વીડિયો જોઈને યૂઝર્સ થયા આશ્ચર્યચકિત

|

Jul 15, 2023 | 8:41 AM

મહિલાનો એક વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચામાં છે. જેમાં તે જ્વાળામુખીની અંદર પિત્ઝા રાંધતી જોવા મળે છે. જેને જોયા બાદ લોકો અલગ-અલગ રીતે તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ફૂડ બ્લોગરે જ્વાળામુખીની અંદર બનાવ્યો પિત્ઝા, વીડિયો જોઈને યૂઝર્સ થયા આશ્ચર્યચકિત
food blogger

Follow us on

આ દિવસોમાં ઈન્ટરનેટ પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો, તેની સાથે તમારા રૂવાંડા ઉભા થઈ જશે. કારણ કે આ કરવું કોઈના માટે સરળ નથી. બાય ધ વે, તમે આને ફરી ગયેલું મગજ કહેશો કે હિંમત, તમે વીડિયો જોયા પછી નક્કી કરશો.

આ પણ વાંચો : Viral Video : માર્કેટમાં આવ્યા નવા કેન્ડી પરાઠા, પરાઠાની રેસીપી જાણીને યુઝર્સ અકળાઇ ગયા

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

આ દિવસોમાં એક મહિલાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ધગધગતા જ્વાળામુખીને રસોડામાં રૂપાંતરિત કર્યું અને ત્યાંથી નીકળતા લાવા પર પિત્ઝા બનાવ્યો. આટલું જ નહીં રસોઈ બનાવ્યા પછી તેને જાતે પરીક્ષણ કર્યું અને મિત્રોને પણ તેનો સ્વાદ ચખાડ્યો. અહીં નવાઈની વાત એ છે કે મહિલાએ કોઈ ખાસ પ્રકારના કપડા પહેર્યા ન હતા. મતલબ કે જો થોડી પણ ભૂલ થઈ જાય તો મહિલાનું મૃત્યુ નિશ્ચિત હતું.

અહીં વીડિયો જુઓ……

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કાચા પિત્ઝાને જમીન પર મૂકીને તેને ઢાંકી દે છે. થોડા સમય પછી તે તેને બહાર કાઢે છે અને બ્લોજેટને આપે છે. જે બાદ તે તેને આનંદથી ખાતા જોવા મળે છે. વીડિયોમાં એલેક્ઝાન્ડ્રાએ જણાવ્યું કે, અત્યારે જોરદાર પવન છે અને હવામાન ખૂબ ઠંડુ છે. જ્યાં પિત્ઝા ખાવાનો પોતાનો આનંદ અલગ છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એલેક્ઝાન્ડ્રા વ્યવસાયે ફૂડ બ્લોગર છે અને તેણે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો 2 જુલાઈના રોજ શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 71 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયાઓ આવી રહી છે. જ્યાં ઘણા લોકોએ તેને સાહસિક કામ ગણાવ્યું તો બીજી તરફ ઘણા લોકોએ તેને મૂર્ખતાભર્યું કામ ગણાવ્યું. તમને જણાવી દઈએ કે ગ્વાટેમાલા (Guatemala) મધ્ય અમેરિકામાં સ્થિત એક દેશ છે. અહીં સૌથી મોટો વિસ્ફોટ 2021માં થયો હતો. જેનો લાવા કેટલાય કિલોમીટર દૂર સુધી ફેલાઈ ગયો હતો.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article