યુવતીએ શાહમૃગની કરી સવારી, પછી પક્ષી એવુ તો ભાગ્યુ કે છોકરી ગભરાઈ ગઈ જુઓ- Video

|

Mar 16, 2023 | 5:10 PM

Ostrich Viral Video: આ મજાના વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટ્રાગ્રામ પર pstore_makasarr નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 4.6 મિલિયન એટલે કે 46 લાખવાર જોવાઈ ચુક્યો છે. જ્યારે 1 લાખ 60 હજાર લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

યુવતીએ શાહમૃગની કરી સવારી, પછી પક્ષી એવુ તો ભાગ્યુ કે છોકરી ગભરાઈ ગઈ જુઓ- Video

Follow us on

Ostrich Viral Video: કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે તેની સવારી કરવામાં ઘણી મજા આવે છે. જેમા ઘોડા, હાથી અને ઉંટ સહિતના પ્રાણીઓ સામેલ છે. તમે પણ કદાચ આ પ્રાણીઓની સવારી કરી હશે અને જો ન કરી હોય તે તમારે એ અનુભવ જરૂર કરવો જોઈએ. જો કે ઉંટ અને હાથી સવારી માટે રાજસ્થાન સૌથી શ્રેષ્ઠ સ્થળ ગણાય છે. ત્યાં મોટી સંખ્યામાં ઉંટ જોવા મળે છે. આ ઉંટ જ ત્યાં કેટલાક લોકો માટે કમાણીનો સ્ત્રોત છે.

આ ઉપરાંત અનેક સ્થળોએ હાથીની સવારી પણ કરાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય શાહમૃગની સવારી કરી છે. જી હાં, સોશિયલ મીડિયા પર આજકાલ એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ખરેખર એક છોકરી બહુ ઉત્સાહ સાથે શાહમૃહગની સવારી કરતી નજરે પડે છે. જો કે તે થોડી થોડી ડરી પણ રહી છે કે ક્યાંક શાહમૃગ તેને નીચે ન પછાડી દે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક શખ્સ યુવતીને શાહમૃગ પર બેસાડે છે. ત્યારબાદ શાહમૃગ તેને લઈને દોડે છે. જો કે થોડે દૂર પહોંચ્યા બાદ તે યુવતીને લઈને ફરી એ જ સ્થળે લઈને પાછુ આવે છે. જ્યાથી તેમણે દોડવાનુ શરૂ કર્યુ હતુ.

શાહમૃગની સવારી દરમિયાન યુવતી ઘણી એક્સાઈટેડ જોવા મળે છે. આ નજારો ક્યાનો છે તેની તો કોઈ વિગતો નથી. પરંતુ જોવામાં ઘણો મજેદાર છે. આપે પણ કદાચ સાંભળ્યુ હશે કે લોકો શાહમૃગની સવારી પણ કરે છે અને આજે તે સાક્ષાત જોવા પણ મળી ગઈ.

જુઓ શાહમૃગની સવારી કરતી યુવતીનો વીડિયો

આ મજેદાર વીડિોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર pstore_makasarr નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 4.6 મિલિયન એટલે કે 46 લાખ વાર જોવાઈ ચુક્યો છે. જ્યારે 1 લાખ 60 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

આ પણ વાંચો: Animal Funny Viral video : વાસ્તવિક જીવનમાં ‘ટોમ એન્ડ જેરી’ની કથા જોવા મળી, ઉંદરે બિલ્લી પર કર્યો વળતો પ્રહાર, જુઓ વાયરલ વીડિયો

તો લોકો આ વીડિયોને જોઈ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ કહી રહ્યુ છે કે “સવારી કરનારા જીવ નથી હોતા” તો કોઈ કહે છે કે “તેની સાથે રમત ન રમો”, આ તરફ એક યુઝરે ગુસ્સામાં લખ્યુ કે “માણસજાત જાનવરોનો જીવ લઈને જ માનશે, બિચારુ..” તો એક યુઝરે લખ્યુ છે કે “મારે પણ આના પર બેસવુ છે.”

 

Next Article