Shocking Video: લગ્નના દિવસે વરરાજાના હાલ થયા બેહાલ, વરરાજાને લઈને ભાગી ઘોડી

ભારતીય લગ્નોના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં જ ભારતીય લગ્નને લગતો એેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

Shocking Video: લગ્નના દિવસે વરરાજાના હાલ થયા બેહાલ, વરરાજાને લઈને ભાગી ઘોડી
Shocking Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 11, 2023 | 1:35 PM

ભારતમાં લગ્નને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે. લગ્ન કોઈના પણ હોય પણ લોકો તેને ઉત્સવની જેમ ઉજવતા હોય છે. ભારતીય લગ્નોમાં અનોખી અનોખી ઘટનાઓ બનતી હોય છે. ભારતીય લગ્નોના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં જ ભારતીય લગ્નને લગતો એેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

લગ્ન દુલ્હા-દુલ્હન માટે જીવનનો સૌથી ખાસ દિવસ હોય છે. દરેક વ્યક્તિ લગ્નને યાદગાર બનાવવા માટે નવા નવા અખતરા કરતા હોય છે. આજ અખતરા કરવાના ચક્કરમાં ઘણીવાર દુલ્હા-દુલ્હનની મજાક બની જતી હોય છે. ભૂતકાળમાં દુલ્હા-દુલ્હનના અનેક રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વરરાજા હંમેશા ઘોડી, કાર કે ઘોડાઘાડી પર જાન લઈને દુલ્હનના ઘરે પહોંચતો હોય છે. ઘોડી પર બેસનાર વરરાજા અનેક વાર લગ્ન મંડપ પાસે પહોંચીને સ્ટંટ પણ કરતા હોય છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વરરાજા ઘોડી પર બેઠો છે ત્યાં જ ફટકાડા ફૂટે છે જેને કારણે ઘોડી ડરી જાય છે અને વરરાજાને લઈને દૂર ભાગવા લાગે છે. આ જોઈ ઘોડીનો માલિક અને અન્ય લોકો પણ તેની પાછળ દોડે છે. આ ઘટનાને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બિચારો વરરાજો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, લગ્નના દિવસે વરરાજાની મજાક બની ગઈ.આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 9 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને 50 હજારથી વધારે લાઈક પણ મળી છે.