Video : આ યુવકને સ્ટંટ કરવા ભારે પડી ગયા ! સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક એવુ થયુ કે જોઈને લોકો પણ ચોંકી ગયા

આજકાલ ઈન્ટરનેટ પર એક સ્ટંટ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવકને સ્ટંટ કરવા ભારે પડી જાય છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

Video : આ યુવકને સ્ટંટ કરવા ભારે પડી ગયા ! સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક એવુ થયુ કે જોઈને લોકો પણ ચોંકી ગયા
Stunt Video Viral on social media
| Edited By: | Updated on: Oct 13, 2021 | 1:27 PM

Viral video : આજકાલ બાળકોથી માંડીને યુવાનો સુધી સૌ કોઈને સ્ટંટનો ચસ્કો ચડેલો છે. ક્યારેક સ્ટંટ કરવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર સ્ટંટ વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે.જે જોઈને ખુબ આશ્વર્ય થાય છે.ત્યારે ઈન્ટરનેટ (Internet) પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં યુવક જે રીતે સ્ટંટ કરે છે તે જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો.

સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક આવુ થયુ

ઘણીવાર બાઇકર્સ આવા સ્ટંટ બતાવીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ક્યારેક તેના સ્ટંટ ખતરનાક પણ સાબિત થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં(Video)  પણ કંઈક આવુ જ જોવા મળે છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક રસ્તા પર કાર સાથે રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.પરંતુ સ્ટંટ કરવાના ચક્કરમાં તેનુ સંતુલન (Balance) બગડે છે અને તે રસ્તા વચ્ચે ફંગોળાય જાય છે.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

 

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર  @FINALLEVEL નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે. આ યુવક ક્યારેય હવે સ્ટંટ કરશે નહી. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, સ્ટંટ કરનાર માટે આ કિસ્સો ચેતવણીસમાન છે.જ્યારે અન્ય યુઝર્સ પણ આ યુવકને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : OMG! 2 વર્ષ પહેલા ગાયબ થઇ ગઇ હતી છોકરી, એક વ્યક્તિએ ગુગલ મેપ્સની મદદથી શોધી નાખી

આ પણ વાંચો : ફ્લાઇટમાં પાયલટ પિતાને જોઇને ખુશીથી ઉછળી પડી બાળકી, તમે પણ જુઓ આ ક્યુટ Viral Video