અરે બાપ રે ! કારની અંદર 25 બાળકને ખીચોખીચ ભરીને લઈ જઈ રહી હતી મહિલા, ટ્રાફિક પોલીસે ઝડપી. જુઓ VIRAL VIDEO

એક મહિલા તેની નાની કારમાં ઘેટાં-બકરાંવી જેમ 25 બાળકોને લઈને જઈ રહી હતી. જ્યારે ટ્રાફિક પોલીસના જવાનોએ કાર રોકી તો અંદરનો નજારો જોઈ તેઓ દંગ રહી ગયા. આ પછી પોલીસ અધિકારીએ એક પછી એક તમામ બાળકોને બહાર કાઢ્યા હતા. આ ચોંકાવનારી ઘટના ઉઝબેકિસ્તાનના બુખારામાં બની હતી. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તે જોઈને ચોકી ગયા હતા.

અરે બાપ રે ! કારની અંદર 25 બાળકને ખીચોખીચ ભરીને લઈ જઈ રહી હતી મહિલા, ટ્રાફિક પોલીસે ઝડપી. જુઓ VIRAL VIDEO
Shocking VIDEO
| Edited By: | Updated on: Sep 21, 2023 | 9:11 AM

સોશિયલ મીડિયા પર અનેક ચોકાવનારા વીડિયો રોજ વાયરલ થતા હોય છે તેમાંથી જ એક વીડિયો જે હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા તેની નાની કારમાં ઘેટાં-બકરાંવી જેમ 25 બાળકોને લઈને જઈ રહી હતી. જ્યારે ટ્રાફિક પોલીસના જવાનોએ કાર રોકી તો અંદરનો નજારો જોઈ તેઓ દંગ રહી ગયા.

આ પછી પોલીસ અધિકારીએ એક પછી એક તમામ બાળકોને બહાર કાઢ્યા હતા. આ ચોંકાવનારી ઘટના ઉઝબેકિસ્તાનના બુખારામાં બની હતી. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તે જોઈને ચોકી ગયા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ, મહિલા પ્રાથમિક શાળાની શિક્ષિકા હોવાનું કહેવાય છે. તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. મહિલા તેની શેવરોલે સ્પાર્ક કારમાં તેની સાથે 25 વિદ્યાર્થીઓને લઈ જઈ રહી હતી. તમને જણાવી દઈએ કે આ કાર માત્ર ચાર લોકો બેસવાની જગ્યા હોય છે. પરંતુ આ મહિલા શિક્ષકે 25 માસૂમ બાળકોને તેમાં બેસવા માટે દબાણ કર્યું હતું.

આવું કરીને તેણે માત્ર પોતાની જિંદગી સાથે જ નહીં પરંતુ નિર્દોષ બાળકોની જિંદગી સાથે પણ રમત રમી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે પાછળ ડીક્કીથી લઈને સ્ટિંયરિંગ સુધી બાળકોને ખીચો ખીચ ભર્યા છે. નવાઈની વાત તો એ છે કે બાળકોના માતા પિતાએ બાળકોને આ રીતે લઈ જવા કઈ રીતે દીધા !

હવે મહિલાને સજા ભોગવવી પડશે

મહિલા શિક્ષિકાનું કહેવું છે કે તે દરરોજ તેના વિદ્યાર્થીઓને એક જ કારમાં ઘરે લઈ જતી હતી. પરંતુ આ વખતે મહિલા ટ્રાફિક પોલીસની નજરથી બચી શકી ન હતી. પોલીસે મહિલાને ઠપકો આપ્યો અને ભવિષ્યમાં આવી રીતે વાહન ન ચલાવવાની સલાહ આપી. અહેવાલો અનુસાર, મહિલાને અસુરક્ષિત ડ્રાઇવિંગના કેસમાં પબ્લિક કાઉન્સિલ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. જો કે નિર્ણયનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

કારમાં ખીચો ખીચ ભર્યા બાળકો

માઈક્રો બ્લોગિંગ સાઈટ X પર આ ઘટનાથી સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે નિર્દોષ લોકોને ઘેટાં-બકરાની જેમ કારમાં બેસાડી દેવામાં આવ્યા છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કારમાં પગ મુકવા માટે પણ જગ્યા બચી નથી. આ જોઈને પોલીસકર્મીઓ પણ સ્તબ્ધ થઈ ગયા.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:03 am, Thu, 21 September 23