Shani Margi 2021: શનિ મહારાજની સીધી ચાલ શરૂ, આ પાંચ રાશિઓને ઘી કેળા

|

Oct 11, 2021 | 1:20 PM

શનિના માર્ગી થવાને કારણે પાંચ રાશિના લોકોનો શુભ સમય શરૂ થશે. અત્યાર સુધી શનિના પ્રકોપથી પરેશાન આ લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે. શનિની સાડાસાતી અને ઢૈયાથી આઝાદી મળશે

Shani Margi 2021:  નવરાત્રીના પાંચમા દિવસે એટલે કે ન્યાયના દેવતા ષષ્ઠી તિથિએ શનિ ગતિ બદલી રહ્યા છે. આ દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવશે, ત્યારબાદ શનિના માર્ગી થવાને કારણે પાંચ રાશિના લોકોનો શુભ સમય શરૂ થશે. અત્યાર સુધી શનિના પ્રકોપથી પરેશાન આ લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે. શનિની સાડાસાતી અને ઢૈયાથી આઝાદી મળશે. 

ન્યાયના દેવતા શનિદેવની વક્રી ચાલથી પેરશાન લોકો માટે સારા સમાચાર એ છે કે 11 ઓક્ટોબર 2021થી દિવસથી સુધારો આવશે. આ પરિવર્તન બાદ શનિનાં પ્રભાવથી જે જાતકોનાં કામ અટકેલા હશે તેમને મોટી રાહત મળશે. જ્યોતિષ પ્રમાણે ધીમી ચાલ ચાલનારા શનિ મહારાજનાં પરિવર્તનની અસર 12 રાશિ પર પડે છે. કેટલીક રાશિઓ માટે શુભાશુભ અસરો રહેશે તો કેટલાક માટે થોડો મુશ્કેલી ભરેલો સમય પણ રહેશે. જો કે શનિદેવનાં મકર રાશિમાં માર્ગી થવાને લઈને પાંચ રાશિને મોટો ફાયદો થશે.

શનિની ચાલ બદલાવાથી રાશિ પરિવર્તનને મહત્વની ઘટના માનવામાં આવે છે. શનિ મંદ ગતિથી ચાલવા વાળા ગ્રહ છે. તે અઢી વર્ષમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પોતાનું સ્થાન પરિવર્તન કરતા હોય છે. શનિ 23 મે 2021થી મકર રાશિમાં વક્રી ચાલી રહ્યા છે. વક્રી રાશિમાં હોવાને લઈને ઘમી રાશિ પર તે ભારી રહે છે અને તે જ કારણે આવા લોકો ઉલઝનમાં રહેતા હોય છે. હવે 11 ઓક્ટોબર 2021થી 7.48 વાગ્યે શનિ માર્ગી થઈ ચુક્યા છે.

આ રાશિના લોકોને થશે લાભ શનિ દેવનાં માર્ગી થવાને લઈને પાંચ રાશિનાં જાતકોને વિશેષ લાભ થશે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલનાં જણાવ્યા અનુસાર આ પરિવર્તનને લઈ ધન રાશિનાં જાતકોને લાભ થશે, સારો સમય શરૂ થશે, તો મકર અને કુંભ રાશિનાં જાતકોની મુશ્કેલી ઓછી થતી દેખાશે. શનિની ઢૈયા ચાલતી હોવાને કારણે મિથુન અને તુલા રાશિનાં જાતકોને પણ રાહત રહેશે, સાથે જ મેષ અને કન્યા રાશિનાં જાતકો માટે પણ ખુબ સારો સમય રહેશે.

 

Published On - 1:19 pm, Mon, 11 October 21

Next Video