શું તમે જાણો છો કે સૂર્યમુખીનું ફૂલ હંમેશા સૂર્યની દિશામાં કેમ ફરે છે? આ છે તેનું કારણ

|

Sep 04, 2021 | 3:34 PM

લોકોને અવારનવાર પ્રશ્ન થતો હોય છે કે ફૂલ સૂર્યની દિશામાં કેમ ફરે છે ત્યારે આજે અમે તમને જણાવીશું કે તેની પાછળ ક્યુ કારણ જવાબદાર છે.

શું તમે જાણો છો કે સૂર્યમુખીનું ફૂલ હંમેશા સૂર્યની દિશામાં કેમ ફરે છે? આ છે તેનું કારણ
science behind why sunflowers move towards east

Follow us on

Knowledge: સૂર્યમુખી વિશે ઘણી વાતો કહેવામાં આવતી હોય છે. જેમકે, તે ઠંડી કરતા ઉનાળાની ઋતુમાં (Summer Season) વધુ સક્રિય હોય છે. તેના ફૂલોની દિશા દિવસભર બદલાતી રહે છે. ઉપરાંત જ્યાં 6 કલાકથી વધુ સમય માટે સૂર્યપ્રકાશ હોય તેવા વિસ્તારોમાં સારી રીતે ઉગે છે. એવું પણ સાંભળવા મળતુ હોય છે કે જો તીવ્ર દુષ્કાળ હોય તો પણ સૂર્યમુખીમાં કોઈ ફરક પડતો નથી. અને સૌથી મહત્વની બાબત સૂર્યમુખીના ફૂલની દિશા સૂર્ય મુજબ બદલાતી રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ બધી બાબતો પાછળ વૈજ્ઞાનિક કારણ (Scientific Reason)જવાબદાર છે.

સૂર્યમુખીના ફૂલનું નિરીક્ષણ કરો

આ ખાસ પ્રવૃત્તિ જાણવા માટે તમારે સૂર્યમુખીના ફૂલનું નિરીક્ષણ કરવુ  પડશે. સૌ પ્રથમ ફૂલને સૂર્યોદય (Sunrise) પહેલા જુઓ. તમે જોશો કે તમામ ફૂલો પૂર્વ તરફ છે પરંતુ હજુ સુધી પૂર્ણ રીતે ખીલ્યા નથી. તમને જોઈને ખબર પડશે કે પૂર્વ તરફ તે વળે છે. જ્યારે સૂર્યોદય થાય ત્યારે ફૂલો જુઓ. તમને જોવા મળશે કે નવા અને તાજા ફૂલો (Flower) સૂર્યની દિશા તરફ વળશે.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

સૂર્યમુખીના ફૂલોની દિશા કેમ બદલાય છે ?

તમને નવા ફૂલો પૂર્વ તરફ ખીલતા જોવા મળશે અને જૂના ફૂલો પશ્ચિમ બાજુ તરફ સુકાયોલા જોવા મળશે. જો તમે વૈજ્ઞાનિક ધોરણે તપાસ કરો, તો તમે જોશો કે પૂર્વ તરફ સૂર્યમુખીના ફૂલો ખીલે છે અથવા સૂર્યની ગતિને (Sun direction) અનુસરે છે તે એક ખાસ પદ્ધતિ છે જેને વિજ્ઞાનની ભાષામાં હેલિઓટ્રોપિઝમ (Heliotropism)કહેવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા, સૂર્યમુખીના ફૂલો સવારમાં સૂર્ય તરફ ખીલે છે અને જેમ સૂર્યની દિશા પશ્ચિમ તરફ જાય તેમ સૂર્યમુખીના ફૂલો પશ્ચિમ તરફ જાય છે,પરંતુ રાત્રે તેઓ પૂર્વ તરફ પોતાની દિશા બદલે છે અને સવાર સુધી સૂર્યોદયની રાહ જુએ છે.

આ કારણ તેની પાછળ જવાબદાર છે

એક પ્રશ્ન ઉભો થાય છે કે સૂર્યમુખીના ફૂલોમાં માણસોની જેમ સ્નાયુઓ નથી હોતા, તો પછી તેઓ સૂર્યના કિરણોનો (Sun rays)પીછો કેવી રીતે કરે છે. ફૂલો સૂર્યોદય સમયે ઉગે છે અને સૂર્યાસ્ત સમયે કેમ નીચે પડે છે? નવા સૂર્યમુખીના છોડ રાત્રે  વિકસે છે. ઉપરાંત જેમ જેમ દિવસ આગળ વધે છે.આ ચક્ર સતત ચાલે છે અને ફૂલોની દિશા બદલાતી રહે છે.દિશા બદલવા પાછળ મુખ્યત્વે હેલિઓટ્રોપિઝમ જવાબદાર છે.

 

આ પણ વાંચો: સરકારી નોકરીમાં સિલેક્શન થયા બાદ પહેલા અને પછી શું તફાવત આવે છે ? આ રમુજી વીડિયો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો:  Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો ‘મની હાઈસ્ટ’નો જાદુ , Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ

Published On - 3:29 pm, Sat, 4 September 21

Next Article