Viral Video: રાજા મહાબલી બનીને બેન્કમાં કામ કરવા આવ્યો કર્મચારી, પહેરવેશ જોઈ દંગ રહી ગયા લોકો

હાલમાં આજ તહેવારને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોએ સૌનું દિલ જીતી લીધું છે.

Viral Video: રાજા મહાબલી બનીને બેન્કમાં કામ કરવા આવ્યો કર્મચારી, પહેરવેશ જોઈ દંગ રહી ગયા લોકો
Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Sep 06, 2022 | 5:37 PM

Shocking Video: ભારત ઉત્સવપ્રિય દેશ છે. અહીં દરેક તહેવાર હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવે છે. હાલમાં દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળ અને તમિલનાડુમાં ઓણમનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યોછે. કેરળમાં આ તહેવારનો એટલો બધો માહોલ છે કે દેશ-વિદેશથી લોકો અહીં આ તહેવાર જોવા આવે છે. આ તહેવાર વિશે એવી માન્યતા છે કે તિરુનમના દિવસે રાજા મહાબલી પોતાની તમામ પ્રજાને મળવા પૃથ્વી પર આવે છે અને એ જ ખુશીનો તેઓ આનંદ માણતા હોય છે. હાલમાં આજ તહેવારને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોએ સૌનું દિલ જીતી લીધું છે.

વાયરલ વીડિયોને શરુઆતમાં જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ મોટો રાજા ફરી આપણા જમાનામાં આવી ગયો છે અને પરિવારના ગુજરાન માટે બેન્કમાં કામ કરી રહ્યો છે પણ એવું નથી. આ વીડિયો કેરળના ટેલિચેરીમાં સ્થિત એક SBI બ્રાન્ચનો છે. આ બેન્ક કર્મચારીએ રાજા મહાબલીનો વેશ ધારણ કર્યો છે. જણાવી દઈએ કે કેરળમાં હાલ ઓણમના તહેવારની ધૂમ મચી છે. લોકો હર્ષોઉલ્લાસથી આ તહેવાર ઉજવતા હોય છે. આ બેન્ક કર્મચારી પણ ઓણમના એક ધાર્મિક કાર્યક્રમ માટે આ વેશ ધારણ કર્યો હતો અને તે પહેલા તે બેન્કમાં પોતાનું રોજનું કામ કરવા આવ્યો હતો. બેન્કમાં આવતા ગ્રાહકો તેના આ વેશને જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા.એકવાર માટે તો લોકોને લાગ્યુ કે રાજા મહાબલી જાતે તેમને મળવા આવ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે આ રાજાએ પોતાની પ્રજાને ચેક અને ડેબિટ કાર્ડમાંથી બધા પૈસા આર્શીવાદ રુપે આપી દેવા જોઈએ. બીજા એક યુઝરે લખ્યુ છે કે આ કર્મચારી ખરેખર સાહસિક છે, તેની ભાવના અને હિંમતની પ્રશંસા થવી જોઈએ. સોશિયલ મીડિયા પર લોકો આ કર્મચારીની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.