
અહાન પાંડે (Ahaan Panday) અને અનિત પદ્દા (Aneet Padda) સ્ટારર ફિલ્મ ‘સૈયારા’નું ટાઇટલ સોંગ દરેકના હોઠ પર છે, પરંતુ હવે આ ગીતનું નવું વર્ઝન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. દિલ્હીના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિશ્ચય વર્માએ ‘કોર્પોરેટ સ્લેવ સોંગ’ (Corporate Slave Song Saiyaara Version) નામનો એક વીડિયો બનાવ્યો છે, જે કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકોના હૃદયને સ્પર્શી ગયો છે.
આ વીડિયોમાં નિશ્ચયે પોતાને એક ખાનગી કંપનીમાં કામ કરતા યુવાન તરીકે દર્શાવ્યો છે, જે વિવિધ સ્થળોએ નિરાશ અને હતાશ છે, જેના કારણે નેટીઝન્સ તેની સાથે રિલેટ કરી શકે છે. આ જ કારણ છે કે આ ગીત આટલી ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે.
નિશ્ચેએ આ ગીત દ્વારા કોર્પોરેટ જીવનનું કડવું સત્ય બતાવવાનો પ્રયાસ કર્યો છે. ગીતના શબ્દો કંઈક આ પ્રકારના છે. હું 25 હજાર કમાઉ છું. હું 10 હજાર રૂપિયા ભાડું ચૂકવું છું… બચત માટે પૈસા ક્યાંથી લાવીશ… ફોનની EMI, બાકીનો ખોરાક માટે જાય છે… હવે હું આખો મહિનો કેવી રીતે પસાર કરીશ… હું 9 થી 5 માં અટવાઈ ગયો છું, અંગત જીવન પણ સામેલ છે… કંઈ બચતું નથી, પીવા અને ફુંકવા માટે અલગ ખર્ચ છે.
4 ઓગસ્ટના રોજ @nishchay.verma ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 2.7 મિલિયનથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે અને 43 હજારથી વધુ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. લોકોની કોમેન્ટ્સ પણ અદ્ભુત છે.
એક યુઝર્સ લખે છે કે, આ સૈયારા સોન્ગ નથી પણ દુખિયારા સોન્ગ છે, બીજાએ કહ્યું કે- કિડનીને ટચ કરે એવું છે. અન્ય એ કહ્યું છે કે- રિયાલિટી ઓફ લાઈફ છે. એકે લખ્યું કે – મારી લાઈફ એક જ સોન્ગમાં સંભળાવી દીધી ભાઈ. બીજો લખે છે કે – આ લિરિક્સે ઓરિઝનલ સોન્ગ કરતા વધુ દુ:ખ આપ્યું છે.
આ પણ વાંચો: મેટ્રોમાં ધક્કામુક્કી! દિલ્હી મેટ્રોમાં છોકરીના વાળ ખેંચ્યા, છોકરાઓએ એકબીજાને ઢીંકા-પાટુ માર્યા, મારામારીનો Viral Video
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:25 pm, Thu, 7 August 25