
હાલ કેરીની સીઝન આવી ગઈ છે. ત્યારે કેરીના રસિયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેની વચ્ચે દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે તેની માતા રજની તેંડુલકર સાથે સીઝનની પ્રથમ કેરીનો આનંદ માણતાં નજરે ચડ્યા હતા. તેમણે કેરીની એક સ્લાઈસ ખાધી અને કહ્યું “અચ્છા હે” આ વીડિયોમાં એક પુત્ર અને તેમની માતા વચ્ચેનો પ્રેમ અને આદર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
https://twitter.com/sachin_rt/status/1639943109462089728?s=20
તેંડુલકરે સોશિયલ મીડિયા પર તે બંનેનો હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે, જેમાં તે પાકેલી કેરીઓથી ભરેલી થાળી પકડીને હસતા જોઈ શકાય છે. જેનો વિડીયો તેમણે તેમના ટ્વીટર હેન્ડલર પણ શેર કર્યો હતો. કેપ્શનમાં, તેંડુલકર લખે છે: ‘મારા જીવનમાં ખૂબ જ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ જ ખાસ વ્યક્તિ સાથે આ સિઝનની પ્રથમ કેરીની મજા માણિ રહ્યો છું.’ આ પોસ્ટને ચાહકો તરફથી પ્રેમ મળ્યો હતો. તેમના આ વીડિયોને એક જ કલાકમાં 5 લાખથી પણ વધારે લોકોએ જોયો હતો અને 50 થી વધારે લોકોએ લાઈક પણ કર્યો હતો.
આ પહેલા તેંડુલકરે કહ્યું કે જ્યારે તેઓ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ સાથે મળ્યા હતા જ્યા તેમને સચિન સાથે પરોપકારને લઈને વાતચીત કરી હતી. જે ફોટોને શેર કરતા સચિને લખ્યું હતું કે, આપણે બધા એક વિદ્યાર્થી તરીકે છીએ અને આજે બિલ ગેટ્સ સાથેની મુલાકાતમાં બાળકોની આરોગ્ય સંભાળ અને તેમની ભલાઈ માટે ચર્ચા કરી હતી તે અંગે સચિને કહ્યું હતુ કે તે શીખવાની સારી તક હતી.
ક્રિકેટરે અબજોપતિનો આભાર માન્યો છે અને લખ્યું કે વિચારો વહેંચીને પડકારોનો સમાધાન કરવાનો આ એક સારો રસ્તો છે. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર પોતે ચાઈલ્ડ વેલફેરને લઈને કામ કરી રહ્યા છે ત્યારે આ અંગે બિલ ગેટ્સે તેમની સુરક્ષા અને તેમની ભલાઈ માટેની ચર્ચા કરી હતી. ત્યારે આ પોસ્ટ પર ખુદ્ બિલ ગેટ્સે પણ પ્રતિક્રિયા આપી હતી.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…