
જે રીતે વિવિધ પ્રકારના ભયજનક પ્રાણીઓ જમીન પર રહે છે, તેવી જ રીતે વિવિધ પ્રકારના ખતરનાક જીવો પાણીની અંદર રહે છે, જે મનુષ્ય માટે પણ ખૂબ જ ઘાતક છે. આમાં શાર્કનો પણ સમાવેશ થાય છે. તમે શાર્ક (Shark Viral Video) તો જોઈ જ હશે. તેઓ સમુદ્રના સૌથી ઝડપી શિકારી જીવો માનવામાં આવે છે, જે તેમના તીક્ષ્ણ દાંતથી બોટને પણ કાપી શકે છે. આવી સ્થિતિમાં, જરા વિચારો કે જો મનુષ્ય ક્યારેય તેમની ચુંગાલમાં ફસાઈ જાય તો શું થશે. ક્યારેક તેઓ માણસોનો શિકાર પણ કરે છે. સોશિયલ મીડિયા પર શાર્ક સંબંધિત એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.
તમે શાર્ક સાથે જોડાયેલા વિવિધ પ્રકારના વીડિયો જોયા જ હશે, જેમાં તે ક્યારેક માણસો પર હુમલો કરતી જોવા મળે છે તો ક્યારેક દરિયાની નાની માછલીઓનો શિકાર કરતી જોવા મળે છે. ઘણીવાર દરિયામાં જતા લોકો શાર્કના વિસ્તારોમાં જતા ડરતા હોય છે અને જો ક્યારેય તે જોવા મળે તો લોકો ત્યાંથી ભાગી જાય છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં અલગ જ નજારો જોવા મળે છે. વાસ્તવમાં, એક વ્યક્તિ શાર્ક સાથે ખુશીથી ડાન્સ કરતી જોવા મળે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાર્ક સહિત મોટા માછલીઘરમાં ઘણી માછલીઓ સ્વિમિંગ કરી રહી છે. એ જ માછલીઘરમાં, એક માણસ પ્રવેશે છે અને કોઈ પણ ડર વિના શાર્ક સાથે રોમેન્ટિક ડાન્સ શરૂ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Cool Videos નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 7 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 47 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.
romantic shark dance in the aquarium pic.twitter.com/yuVtW4Vwsu
— Cool Videos (@cryptogemhodl) September 9, 2022
આ ખૂબ જ આશ્ચર્યજનક નજારો છે, કારણ કે સામાન્ય રીતે લોકો શાર્ક ક્યારે તેમનો શિકાર કરી લે એ ડરથી તેની નજીક પણ જતા નથી. પણ આ શખ્સ બિન્દાસ તેની સાથે ડાન્સ કરી રહ્યો છે. ત્યારે આવું જોખમ કોઈએ ન લેવું જોઈએ.