લુંગી ડાન્સ બાદ લુંગી રોકેટ, અનોખા અંદાજમાં શખ્સે કરી આતશબાજી, જુઓ Viral Video

આ દિવસોમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે લોકોના હોશ ઉડાવી દીધા છે. કારણ કે, એક વ્યક્તિ રસ્તા વચ્ચે લુંગીમાં રોકેટ રાખીને ફોડી રહ્યો હતો. જેણે પણ આ દ્રશ્ય જોયું તે જોતા જ રહી ગયા.

લુંગી ડાન્સ બાદ લુંગી રોકેટ, અનોખા અંદાજમાં શખ્સે કરી આતશબાજી, જુઓ Viral Video
Funny Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 13, 2023 | 9:56 PM

સોશિયલ મીડિયાની દુનિયામાં તમને એવા દ્રશ્યો જોવા મળશે, જેને જોઈને ઘણીવાર તમે દંગ રહી જશો. જ્યારે, કેટલીકવાર તમને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. જ્યારે, કેટલાક કિસ્સાઓ દિવસ બનાવનાર હોય છે. પરંતુ આ દિવસોમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે લોકોના હોંશ ઉડાવી દીધા છે. કારણ કે, એક વ્યક્તિ રસ્તા વચ્ચે લુંગીમાં રોકેટ રાખીને ફોડી રહ્યો હતો. જેણે પણ આ દ્રશ્ય જોયું તે જોતા જ રહી ગયા.

આ પણ વાંચો: ગાંજો પીવો અને મેળવો 88 લાખનો પગાર, આ કંપનીએ આપી અજીબ ‘જોબ ઑફર’

તમને ‘લુંગી ડાન્સ’ યાદ જ હશે. હની સિંહ અને શાહરૂખ ખાને આ ગીત પર ધમાલ મચાવી હતી. લોકોને આ ગીત ઘણું પસંદ આવ્યું. આ વાયરલ વીડિયો જોયા પછી તમને આ ગીત ફરી એકવાર યાદ આવશે. કારણ કે, એક વ્યક્તિ લુંગીમાંથી રોકેટ છોડતો હતો.

વીડિયોમાં તમે રસ્તાના કિનારે ઉભેલા એક માણસને જોઈ શકો છો. આ વ્યક્તિની લુંગીમાં કેટલાક રોકેટ રાખેલા છે, જ્યારે કેટલાક રોકેટ તેના શર્ટના ખિસ્સામાં છે. તે વ્યક્તિ અનોખી રીતે રોકેટમાં આગ લગાવે છે આ જોઈને યુઝર્સ દંગ રહી ગયા હતા. તો તમે પણ જુઓ આ ફની વીડિયો.

શખ્સની આ હરકત જોઈને તમે ચોંકી ગયા હશો. જો કે, તે ખૂબ જોખમી પણ હોઈ શકે છે. હવે આ મામલો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘પ્રબુપરબા’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે. જ્યારે વીડિયોને એક લાખ 86 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આટલું જ નહીં, યૂઝર્સ આ વીડિયો પર મજા લેતા કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોઈ કહે કે આ આગ છે તેની સાથે ન રમાય.

ચેતવણી: આ પ્રકારે ફટાકડા ફોડવા જોખમી સાબિત થઈ શકે છે અમારી અહીં સલાહ રહેશે કે આ પ્રકારે ફટાકડા ન ફોડવા જોઈએ.