
સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ખરાબ કાર્યોના ત્વરિત પરિણામો જોવા મળ્યા છે. આવું જ કંઈક આ વીડિયોમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે, જેમાં એક પુરુષ મહિલાને લૂંટવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પરંતુ જેવો તે ભાગવા જાય છે તેને તેના કર્મોનું પરિણામ તાત્કાલિક મળે છે.
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં તમે જોશો કે એક વ્યક્તિ રાત્રીના સમયે એક મહિલાને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે મહિલા સતત તેની પાસેથી પોતાનો સામાન બચાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં આગળ શું થાય છે તે જોઈને લોકોના હોશ ઉડી ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ લૂંટારાને તેના કૃત્યોની આકરી સજા મળે છે.
આ વીડિયો ટ્વિટર પર “ઇન્સ્ટન્ટ કર્મ” નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે, વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે, “બ્રાઝિલમાં કોઈને લૂંટવા માંગો છો!” વીડિયોમાં તમે જોયું કે એક શખ્સ મહિલાને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે એક વાન ત્યાં જ અટકી જાય છે, તે શખ્સને નીચે ઉતરતો જોઈને આ ચોરો ભાગવા લાગે છે, પરંતુ આ ચોર તરત જ સામેથી આવતા વાહન સાથે અથડાય છે અને ત્યાં નીચે જ પડી જાય છે. આ આખો વીડિયો જોયા પછી લોકોને વિશ્વાસ થઈ જાય છે કે ક્યારેક કર્મોની સજા તરત જ મળી જાય છે. જુઓ વીડિયો.
For wanting to rob someone in Brasil! pic.twitter.com/5NUu0pM7Td
— Instant Karma (@Instantregretss) January 2, 2023
ભાગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે આ જગત કર્મ પ્રધાન છે અને જેવું કર્મ કરો તેવું ફળ મળે, જેમાં સારા કર્મોનું સારૂ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ મળે. આ વીડિયોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે એક ચોરને તેના ખરાબ કર્મોની ખરાબ સજા મળી છે. ચોર ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ સામેથી આવતી ગાડીએ ચોરને તેના કર્મોનું ફળ આપ્યું છે એમ કહી શકાય. જોકે આને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે.
Published On - 1:21 pm, Sat, 7 January 23