ફરવા આવ્યા અને સફાઈ કરીને જીત્યાં દિલ,વિદેશી પર્યટકોનો Video Viral

ભારતમાં દેશવાસીઓની સાથે વિદેશીઓ પણ પ્રવાસ માટે આવતા હોય છે. હાલમાં વિદેશી પ્રવાસીઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિદેશી પ્રવાસીઓનું એક જૂથ એક ભારતીય વ્યક્તિ નદીના કિનારે સફાઈ કરતા જોવા મળે છે. વીડિયો જોઈ યુઝર્સ દંગ રહી ગયા

ફરવા આવ્યા અને સફાઈ કરીને જીત્યાં દિલ,વિદેશી પર્યટકોનો Video Viral
Foreign Tourists Viral Video
| Updated on: Nov 23, 2026 | 3:12 PM

ભારતમાં દેશવાસીઓની સાથે વિદેશીઓ પણ પ્રવાસ માટે આવતા હોય છે. હાલમાં વિદેશી પ્રવાસીઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિદેશી પ્રવાસીઓનું એક જૂથ એક ભારતીય વ્યક્તિ નદીના કિનારે સફાઈ કરતા જોવા મળે છે.

વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળે છે કે એક તરફ સુંદર પહાડ છે અને બીજી તરફ નદીના કિનારે કેટલાક લોકો કચરો એકઠો કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દ્વારા સ્વચ્છતા અને નાગરિક જવાબદારી અંગે ચર્ચા જગાવી છે.

ગંગા ઘાટ પર કચરો ફેંકવાની માનસિકતા પર સવાલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં લાલા જેકેટ પહેરેલો એક ભારતીય વ્યક્તિ નદી કિનારે ઊભેલો જોવા મળે છે. ત્યારબાદ કેમેરો અન્ય દ્રશ્યો બતાવે છે જેમાં કેટલાક વિદેશી પ્રવાસીઓ કચરો ઉપાડી રહ્યા છે અને નદી કિનારાની સફાઈ કરી રહ્યા છે. આસપાસના પરિવેશમાં પર્વતો, હરિયાળી અને એક સુંદર નદી જોવા મળે છે. લોકો ઘણીવાર આવા કુદરતી સ્થળોએ ફરવા જાય છે, પરંતુ પાછળ પ્લાસ્ટિકનો કચરો અને અન્ય કચરો છોડી દેતા હોય છે. વીડિયોમાં દેખાતા લોકોની આ પહેલ એક યાદ અપાવે છે કે, આવા સ્થળોનો આનંદ માણવાની સાથે સાથે તેને સ્વચ્છ રાખવા પણ એટલા જ જરૂરી છે.

 

સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે વખાણ

સોશિયલ મીડિયા પર લોકોએ સ્વચ્છતાના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ વીડિયોને લઈને થયેલી ચર્ચાનો મુખ્ય સાર એ છે કે, કોઈ સ્થળને સ્વચ્છ રાખવા માટે કોઈ મોટા અભિયાન કે સત્તાવાર વ્યવસ્થાની રાહ જોવાની જરૂર નથી. જો દરેક વ્યક્તિ પોતાના દ્વારા પેદા થતાઅથવા પોતાની આસપાસ જોવા મળતા કચરાને ઉપાડીને તેનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી લે, તો મોટો બદલાવ આવી શકે છે. વિદેશી પ્રવાસીઓ અને એક ભારતીય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ પહેલ લોકોને તેમના પોતાના વર્તન વિશે વિચારવા માટે પ્રેરિત કરે છે. નદીઓ, પર્વતો કે પ્રવાસન સ્થળોની મુલાકાત લેતી વખતે, ત્યાં કચરો ફેલાવવાને બદલે, સ્વચ્છતા જાળવવામાં યોગદાન આપવું જોઈએ.

આ પણ વાંચો : જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ‘સ્વેગ’ હવે બજારમાં! જોધપુરમાં ધડાધડ વેચાઈ રહી છે જેકેટ,જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.