અરે વાહ…10,000ની ઈલેક્ટ્રીક બાઈક અને 6 લોકો થઈ શકે છે સવાર, આનંદ મહિન્દ્રાએ શેયર કર્યો યુનિક સ્કુટરનો વીડિયો

આ દિવસોમાં દેશમાં વધુને વધુ ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર આવી રહ્યા છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra)ને ખરેખર આવી જ એક બાઇકનો વીડિયો શેર કર્યો છે અને પોતાની કંપનીના ચીફ ડિઝાઈનરને એક ખાસ સવાલ પણ પૂછ્યો છે.

અરે વાહ...10,000ની ઈલેક્ટ્રીક બાઈક અને 6 લોકો થઈ શકે છે સવાર, આનંદ મહિન્દ્રાએ શેયર કર્યો યુનિક સ્કુટરનો વીડિયો
Ride 6 people, run 150km in single charge, Anand Mahindra liked this bike
| Edited By: | Updated on: Dec 01, 2022 | 11:09 PM

દિવસેને દિવસે પેટ્રોલ- ડીઝલના ભાવ વધવાને કારણે આજ-કાલ ઈલેક્ટ્રીક વાહનો ખુબ ટ્રેન્ડમાં છે. પરંતુ આજ-કાલ એક 10,000 રૂપિયાની 6 લોકો બેસી શકે તેવી ઈલેક્ટ્રીક બાઈકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, તે એક જ ચાર્જમાં 150 કિમી સુધી ચાલી શકે છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને આ ઈલેક્ટ્રિક બાઈક ખૂબ પસંદ આવી છે. તેમણે ટ્વિટર પર આનો એક વીડિયો શેયર કરીને તેણે પોતાની કંપનીના ચીફ ડિઝાઈનર પ્રતાપ બોઝને તેના એન્જિનિયરિંગને લઈને એક ખાસ સવાલ પણ પૂછ્યો છે.

કેવી છે આ ઈલેક્ટ્રિક બાઈક?

આનંદ મહિન્દ્રાએ ગામમાં બનેલી ઈલેક્ટ્રિક બાઈકનો વીડિયો શેયર કર્યો છે. તેમાં ડ્રાઈવર સહિત 6 લોકો બેસી શકે છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે તે એક ચાર્જમાં 150 કિમી ચાલે છે અને 8 થી 10 રૂપિયા ખર્ચીને સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે.

આ ઈલેક્ટ્રિક બાઈકની ખાસ વાત એ છે કે તેમાં વધારે ફીચર્સ નથી, પરંતુ તે ગ્રામ્ય વિસ્તારોમાં ફરવા માટે એક ઉત્તમ વિકલ્પ છે. એટલું જ નહીં, તે ખેતરો અને પટ્ટાઓ પર પણ ચાલવા સક્ષમ છે. તેનો અર્થ એ કે તેની પાસે ઓફ-રોડ ક્ષમતાઓ પણ છે. તેની કિંમત પણ માત્ર 10,000 રૂપિયા જણાવવામાં આવી છે.

મહિન્દ્રાએ મુખ્ય ડિઝાઇનરને આ પ્રશ્ન પૂછ્યો

આ બાઇક અંગે આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા XUV700 અને Mahindra ScorpioN જેવી કાર ડિઝાઇન કરનાર તેમની કંપનીના મુખ્ય ડિઝાઇનર પ્રતાપ બોસને જણાવ્યું કે, ડિઝાઇનમાં નાના ફેરફારો જેમ કે ચેસીસ માટે સિલિન્ડ્રિકલ સેક્શન બનાવવાથી, આ બાઇકનો ઉપયોગ તમામ જગ્યાએ કરી શકાય છે. પ્રવાસી કેન્દ્રો પર તેનો ઉપયોગ ‘ટૂર બસ’ તરીકે પણ થઈ શકે છે. આનંદ મહિન્દ્રાએ કહ્યું- હું હંમેશા ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન માટેની નવીનતાઓથી પ્રભાવિત છું. જ્યાં ખરેખર, જરૂરિયાત એ શોધની માતા છે.