Viral Video : રિકી પોન્ડે શેરશાહના સોન્ગ પર કર્યો એવો જબરદસ્ત ડાન્સ જેને જોઇને તમારો દિવસ સુધરી જશે

|

Sep 09, 2021 | 1:11 PM

અમેરિકન ડાન્સર રિકી પોન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. આ સાથે, લોકો તેમના ડાન્સ વીડિયો પણ ખૂબ શેર કરી રહ્યા છે.

Viral Video : રિકી પોન્ડે શેરશાહના સોન્ગ પર કર્યો એવો જબરદસ્ત ડાન્સ જેને જોઇને તમારો દિવસ સુધરી જશે
Ricky Pond dances to the raataan lambiyan song

Follow us on

ઇન્ટરનેટની દુનિયામાં, દરરોજ એકથી એક ડાન્સના વીડિયો વાયરલ થાય છે. આમાંના કેટલાક વીડિયો જોયા પછી, દરેકનો દિવસ બની જાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર ફરી આવો જ અદભૂત ડાન્સ વીડિયો છવાયેલો છે. આ વીડિયો જોયા બાદ તમારો ચહેરો ચોક્કસ ખુશીથી ચમકી જશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક અમેરિકન માણસ ફિલ્મ શેરશાહના ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અમેરિકન ડાન્સર રિકી પોન્ડ શેરશાહ ફિલ્મના ‘રાતા લંબિયા’ ગીત પર જોરશોરથી ડાન્સ કરવામાં વ્યસ્ત છે. રિકી પોન્ડના આ ડાન્સ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક અલગ જ અંદાજમાં ડાન્સ કરતો જોવા મળી રહે છે. તેમના જબરદસ્ત ડાન્સ સ્ટેપ્સને કારણે ‘ડાન્સિંગ પપ્પા’ તરીકે જાણીતા રિકી પોન્ડની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

તેથી જ તેના મોટાભાગના વીડિયો હેડલાઇન્સ બનાવે છે. જ્યારે પણ રિકી પોન્ડ તેના કોઈ પણ ડાન્સ વીડિયો શેર કરે છે ત્યારે લોકો તેના પર કોમેન્ટ્સ કરે છે. તેમનો નવો વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે તમારો ડાન્સ કોઈનું પણ દિલ ખુશ કરી શકે છે. તે જ સમયે અન્ય એક યુઝરે કહ્યું કે જ્યારે પણ તમને કંટાળો આવે ત્યારે રિકી પોન્ડનો ડાન્સ જુઓ, ચોક્કસ તમને ખુશી મળશે. જ્યારે અન્ય કેટલાક લોકોએ રિકી પોન્ડના ડાન્સના વખાણ કર્યા હતા.

રિકી પોન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. આ સાથે, લોકો તેમના ડાન્સ વીડિયો પણ ખૂબ શેર કરી રહ્યા છે. તેના ડાન્સ વીડિયોના કારણે તેણે સોશિયલ મીડિયા પર એક ખાસ ઓળખ બનાવી છે અને આ જ કારણ છે કે ઘણા લોકો તેને ડાન્સિંગ પપ્પા પણ કહે છે. રિકી પોન્ડે થોડા દિવસો પહેલા બસપન કા પ્યાર પર પણ અદભૂત ડાન્સ કર્યો હતો. તેના આ વીડિયોએ પણ ભારે ચકચાર મચાવી હતી.

આ પણ વાંચો –

Devendra jhajharia : પેરાલિમ્પિક પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝડિયા, રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટે ખેલાડીઓની કરશે પસંદગી

આ પણ વાંચો –

PM મોદી આજે બ્રિક્સ સમિટની કરશે અધ્યક્ષતા, ‘અફઘાનિસ્તાન કટોકટી’ સહિત વિવિધ મુદ્દાઓ પર વાતચીતની સંભાવના

Next Article