
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
એક ગાંડો ભેંસ ઉપર બેસીને જતો હતો.
એ જોઈને બીજો ગાંડો બોલ્યો : એલા તને પોલીસ પકડી જશે.
પહેલો પાગલ : કેમ ?
બીજો પાગલ : તેં હેલ્પેટ નથી પહેર્યું.
પહેલો પાગલ : પહેલાં નીચે જો, આ ફોરવ્હીલર છે.
………………………………………………………………………………
હવે આ અફવા કૌન ફેલાવે છે કે,
RELIANCE એ JIO ખાલી એટલા માટે જ લોન્ચ કર્યું છે કે, ભારત માં કેટલા “મફતિયા” છે તેની ગણતરી થાય…
😜😝😝😝😝
……………………………………………………………………………
કૃષ્ણને 16108 રાણી છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા ભૂલ્યા
આજકાલના છોકરાઓને ૧ બૈરુ મળી જાય ભાઈબંધના ફોન ય નથી ઉપાડતા સાલુ લાગી આવે ખરેખર 😂
…………………………………………………………………………..
સર : બેટા, સાચા મનથી કોઇ વસ્તુ માટે પ્રાર્થના કરો તો તે વસ્તુ ચોક્કસ મળે છે .
વિદ્યાર્થી : રહેવા દો સર, જો પ્રાર્થના સફળ થતી તો તમે અહીં હોત જ નહીં, મારા સર તો બિલકુલ હોત જ નહીં.
…………………………………………………………………………..
દીકરો : મમ્મી, બોલ! તું મારી સાથે આમ ખોટું કેમ બોલી?
મમ્મી : બેટા, હું ક્યાં ખોટું બોલી છું?
દીકરો : મમ્મી, તે મને કહ્યું હતું કે નાની બહેન પરી છે, પણ મેં બાલ્કનીમાંથી તેને ફેંકી તો તે ઊડી નહીં, તે ક્યાં પરી છે? પરી હોય તો તે તરત ઊડવા મંડેને?😂😂
……………………………………………………………………….
સલામ છે એ કપલો ને જે ઘરેથી ભાગી જવાની હિંમત કરે છે.🤓
અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –