TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: રસ્તા પર એક યુવતી ગરમીથી બેભાન થઈને પડી ગઈ, આસપાસ લોકો ભેગા થયા…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: રસ્તા પર એક યુવતી ગરમીથી બેભાન થઈને પડી ગઈ, આસપાસ લોકો ભેગા થયા...
Tv9 Gujarati 'Hasya no Dayro'
| Edited By: | Updated on: Dec 01, 2021 | 9:56 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

પતિ પત્ની વચ્ચે
બે કલાક સુધી
ચાલેલી તકરાર બાદ…
.
પત્ની ફક્ત એટલું જ બોલી
કે…
જીતવું છે કે પછી શાંતિથી જીવવું છે ???
તાત્કાલિક જ તકરારનું કાયમી ધોરણે
નિવારણ આવી ગયું…!!!😇😇

……………………………………………………………..

😂રોજર ફેડરર: – હું ટેનિસ વિશે બધુ જાણુ છુ… કંઈપણ પૂછો, બધું જ ખબર છે 😎

અમદાવાદી:- નેટમાં કેટલા કાણાં છે?

😝🤣😆😘🙈🤭😎😍

……………………………………………………………….

Wife – સાંભળો છો..?
મેં નવા ડિટર્જન્ટથી મારો નવો
ડ્રેસ ધોયો તો , ચડી ગયો,
હવે ટૂંકો થાય છે; શું કરું..??

Husband🗣️ – એજ
ડીટર્જન્ટથી નાઈ લે, કદાચ
ફિટિંગ આવી જાય😜🤣

………………………………………………………………….

કન્યા પક્ષઃ છોકરો દારૂ પીવે છે કે?
વર પક્ષઃ હા… પીવે છે અને રોજ પીવે છે.
કન્યા પક્ષઃ એનો અર્થ એ થયો કે છોકરો સારૂં કમાય છે, અમારી તરફથી સંબંધ પાક્કો.
નવા જમાનો નવો વિચાર

……………………………………………………………….

રસ્તા પર એક યુવતી ગરમીથી બેભાન થઈને પડી ગઈ. આસપાસ લોકો ભેગા થયા.
એક મોટી ઉંમરના કાકા પણ આવીને જોવા લાગ્યા અને બોલ્યાઃ કોઈ જલ્દી જઈને લીંબુ સોડા લઈ આવો… કોઈ જલ્દી લીંબુ સોડા….
એક યુવક દોડતો વીસ રૂપિયાની લીંબુ સોડા લાવ્યો…
કાકાએ લીંબુ સોડા પોતે જ ગટગટાવી ગયા . અને ઊંડા શ્વાસ લઈને બોલ્યાઃ આવાં દ્રશ્યો હું જોઈ શકતો નથી.

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો – Bank Holidays in December 2021 : જો આ દિવસે જશો બેંકમાં તો થશે ધરમ ધક્કો, જાણો ક્યારે રહેશે બેંક બંધ

આ પણ વાંચો – IND vs SA: ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસને લઇને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આપ્યુ મોટું અપડેટ, Omicron ને લઇ તોળાઇ રહ્યુ છે સંકટ

આ પણ વાંચો – Tega Industries IPO : આજથી 3 દિવસ મળી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજના વિશે વિગતવાર