Viral : રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પિયાનો વગાડતા તસવીર શેર કરી, જુના દિવસોને યાદ કર્યા !

રતન ટાટાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account)પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પિયાનો વગાડતા જોવા મળે છે. આ ફોટો શેર કરીને તેણે ફરી પિયાનો શીખવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

Viral : રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પિયાનો વગાડતા તસવીર શેર કરી, જુના દિવસોને યાદ કર્યા !
Ratan Tata (File Photo)
| Edited By: | Updated on: Sep 09, 2021 | 11:10 AM

Viral photos: ભારતના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાની (Ratan Tata) સફળતાની ઘણી વાતો છે જે લોકોને પ્રેરણા પુરી પાડે છે, રતન ટાટાનો ઉદ્યોગપતિની દુનિયામાં જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પણ અલગ પ્રભાવ છે. આ જ કારણ છે કે જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર કંઇક શેર કરે છે, ત્યારે તે ચર્ચામાં આવે છે. તાજેતરમાં, તેણે પોતાની એક તસવીર શેર(Photos)  કરી છે. જેમાં તે પિયાનો વગાડતા જોવા મળે છે.

 ફરી એક વાર પિયાનો શીખવાનો પ્રયત્ન કરીશ : રતન ટાટા

સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતાં રતન ટાટાએ લખ્યું, “જ્યારે હું નાનો હતો ત્યારે પિયાનો (Piano)વગાડવાનું શીખ્યો હતો. પરંતુ મને હજુ પણ લાગે છે કે મારે તેને વધુ સારી રીતે શીખવું જોઈએ. નિવૃત્તિ બાદ મને એક પિયાનો શીખવનાર શિક્ષક પણ મળ્યા, પરંતુ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં હું અસમર્થ હતો. ઠીક છે, હું ફરી એક વાર પિયાનો શીખવાનો પ્રયત્ન કરીશ.”

જુઓ તસવીર

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ 

સોશિયલ મીડિયા(Social media)  પર આ તસવીર ખુબ વાયરલ થઈ રહી છે,લોકો આ તસવીરને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, “તમે લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છો.” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે સર, તમે અદભૂત છો. તમને જણાવી દઈએ કે રતન ટાટાએ એક દિવસ પહેલા આ ફોટો શેર કર્યો હતો, અત્યાર સુધીમાં તેને 10 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો: Video : ચાલતી કારમાં સ્ટાઈલ મારી રહ્યા હતા છોકરાઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો:  Viral Video : પપ્પાએ પ્રેમથી દિકરીને મારી થપ્પડ, પણ સામે દિકરીએ તો જોરથી જડી દીધો તમાચો

Published On - 11:06 am, Thu, 9 September 21