Python Attack Viral video : ઈંડાને અડતાં જ અજગરનો હુમલો, જુઓ રૂવાંડા ઉભા કરી દેતો વાયરલ વીડિયો

આ દિવસોમાં અજગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોના રૂવાંડા ઉભા થઈ ગયા છે. વાયરલ ક્લિપમાં એક વ્યક્તિ અજગરના ઈંડાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આગામી ક્ષણમાં શું થશે તે જોઈને તમે પણ ચોંકી જશો.

Python Attack  Viral video : ઈંડાને અડતાં જ અજગરનો હુમલો, જુઓ રૂવાંડા ઉભા કરી દેતો વાયરલ વીડિયો
Snake Attack Video
| Edited By: | Updated on: Apr 15, 2023 | 8:22 AM

Snake Attack Video : સાપ નાનો હોય કે મોટો, જો તે સામે દેખાય તો કોઈની પણ હવા ટાઈટ થઈ જાય છે પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારા રૂવાંડા ઉભા થઈ જશે. વીડિયોમાં એક વ્યક્તિ અજગરના ઈંડાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. ધાર્યા પ્રમાણે જ વિશાળકાય અજગરે વળતો પ્રહાર કર્યો અને એવી રીતે હુમલો કર્યો કે કોઈના પણ હૃદયમાં ડર ઉભો થઈ જાય.

આ પણ વાંચો : Snake Viral Video : તડકાની મજા લઈ રહેલી મહિલાના શરીરે ચડ્યો સાપ, પછી થઈ જોવા જેવી-જુઓ Viral video

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે ટેબલ પર રાખેલા મોટા બોક્સમાં એક વિશાળકાય અજગર જોઈ શકો છો. તે જ સમયે એક માણસ સાપના ટૂલની મદદથી અજગરનું ધ્યાન બીજે દોરીને ઇંડાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પરંતુ બીજી જ ક્ષણે અજગર એવો જવાબ આપે છે કે તમે પણ તેને જોઈને ચોંકી જશો. એક ક્ષણ માટે તો એ વ્યક્તિનો જીવ તાળવે ચોંટી ગયો હશે. આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે. આ જોઈને કેટલાક લોકો કહે છે કે માતા પોતાના બાળકો પર ક્યારેય કોઈ નુકસાન થવા દેતી નથી. આ વીડિયો તેનું જીવંત ઉદાહરણ છે.

અહીં જુઓ, અજગરના હુમલાનો વીડિયો

અજગરના હુમલાનો રૂવાંડા ઉભા કરતો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર jayprehistoricpets નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ એક પ્રાણી સંગ્રહાલયનો માલિક છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, છેલ્લા 35 વર્ષથી તે સાપની સંભાળ લઈ રહ્યો છે, પરંતુ આજનો હુમલો અત્યંત ઘાતક હતો. કેટલીક સેકન્ડની ક્લિપને અત્યાર સુધીમાં 1 લાખ 36 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે ઘણા યુઝર્સ આશ્ચર્યજનક કોમેન્ટ્સ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે, ભાઈ, આવું ના કરો. આ વીડિયો જોઈને મને હાર્ટ એટેક જેવો અનુભવ થવા લાગ્યો. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે કે, મને કેમ એવું લાગે છે કે અજગર માણસને પપ્પી કરવાની કોશિશ કરી રહ્યો હતો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ભાઈ, આવા જીવોથી દૂર રહેવું સારું. ક્યારે ગળી જશે એ ખબર પણ નહિ પડે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…