Viral Video : સૂતેલી બાળકીને જગાડવાનો પ્રયત્ન કરતા ડોગનો ક્યૂટ વીડિયો વાયરલ

વીડિયોમાં એક ડોગી અને હ્યુમન વચ્ચેનો સુંદર સંબંધ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક હસ્કી બ્રીડનું પપી છે જે એક સૂતેલી બાળકીને જગાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે.

Viral Video : સૂતેલી બાળકીને જગાડવાનો પ્રયત્ન કરતા ડોગનો ક્યૂટ વીડિયો વાયરલ
puppy tries to wake a little girl up as she sleeps
| Edited By: | Updated on: Jan 15, 2022 | 6:45 PM

સોશિયલ મીડિયામાં (Social Media) રોજ ઘણા વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. જેમાંથી કેટલાક વીડિયો એટલા ફની હોય છે કે લોકો હસી હસીને લોટપોટ થઇ જાય તો કેટલાક વીડિયો ભાવુક કરનારા તો કેટલાક વીડિયો કોઇ પોઝિટીવ સંદેશ આપતા હોય છે. ઇન્ટરનેટની દુનિયામાં પ્રાણીઓના વીડિયોને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આવા વીડિયોઝ પર લાખોમાં વ્યૂઝ આવતા હોય છે.

આજે અમે તમારા માટે એવો જ એક વીડિયો લઇને આવ્યા છીએ જેને જોઇને તમારા ચહેરા પર સ્મિત આવી જશે. વીડિયોમાં એક ડોગી અને હ્યુમન વચ્ચેનો સુંદર સંબંધ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક હસ્કી બ્રીડનું પપી છે જે એક સૂતેલી બાળકીને જગાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. આ બાળકીની માતા પણ ડોગીને સપોર્ટ કરી રહી છે અને તેની સાથે મળીને બાળકીને ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ ડોગ સતત બાળકીને ઉઠાડીને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે જેથી તે બાળકી સાથે રમી શકે. વીડિયોના અંતમાં બાળકી ઉઠે છે પરંતુ તે એવી જ એક્ટિંગ કરે છે કે તે હજી ઉંઘમાં જ છે. આ કારણે ડોગી હજી પણ તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. આ વીડિયો ખૂબ જ સુંદર અને ક્યુટ છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો –

Assembly Elections 2022: શું રેલીઓ અને ચૂંટણી સભાઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે? ચૂંટણી પંચ આજે નિર્ણય લેશે

આ પણ વાંચો –

Startup India: PM મોદી આજે 150 સ્ટાર્ટઅપ્સ સાથે કરશે વાત, કૃષિ સ્વાસ્થ્ય સહિત અનેક મુદ્દાઓ પર થશે વાતચીત, ઈનોવેશન પર રહેશે ખાસ ભાર

આ પણ વાંચો –

Video : જુગાડથી આ યુવકે સ્કૂટરનો નકશો બદલી નાખ્યો, લોંગ ડ્રાઈવ પર નીકળેલા યુવકને જોઈને લોકો હસીને લોટ પોટ થયા