T20 વર્લ્ડ કપ 2022 જીતનાર ઈંગ્લેન્ડની ટીમે દેશના વડાપ્રધાન ઋષિ સુનક સાથે વર્લ્ડ ચેમ્પિયન બનવાની ઉજવણી કરી હતી. ઇંગ્લેન્ડે 2022 T20 વર્લ્ડ કપ જીત્યાના લગભગ 130 દિવસ પછી તેની ઉજવણી કરવામાં આવી છે. ઋષિ સુનક વડાપ્રધાન બન્યા બાદ અન્ય કામોમાં વ્યસ્ત હતા. આ કારણે તેને ક્રિકેટ ટીમ સાથે જીતની ઉજવણી કરવાનો સમય ન મળ્યો, પરંતુ હવે જ્યારે તેને સમય મળ્યો તો તેણે વિશ્વ કપ જીતનાર આખી ટીમ સાથે ઉજવણી કરી.
ઓસ્ટ્રેલિયામાં આયોજિત 2022 T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને ખિતાબ જીતાવનાર ટીમના તમામ સભ્યો આ તકે દેશના વડાપ્રધાનને મળ્યા હતા. આ દરમિયાન ઋષિ સુનકે તમામ ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યા હતા. સુનકનો ક્રિકેટ રમતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુનક સહિત ઈંગ્લેન્ડની ટીમના તમામ ખેલાડીઓ ફોર્મલ ડ્રેસમાં ક્રિકેટ રમી રહ્યા છે.
2022 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. બોલરોએ મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું, પરંતુ અંતે ઇંગ્લેન્ડની જીત થઈ હતી. ઈંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સેમ કરનનું યોગદાન સૌથી વધુ હતું. કરને સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી હતી. ખાસ કરીને છેલ્લી ઓવરમાં તેણે જોરદાર રીતે વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ વિશ્વની પ્રથમ ટીમ છે જેણે એક સાથે ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જીત્યો છે. તેણે 2019માં T20 ODI વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને તાજેતરમાં બાંગ્લાદેશ સામેની T20I સિરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે જોશ બટલરની ટીમ આકરી ટીકાનો સામનો કરી રહી છે. જોકે, બટલરે આશા વ્યક્ત કરી છે કે તેની ટીમ જબરદસ્ત વાપસી કરશે. ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ મર્યાદિત ઓવરોમાં આ ટીમનું પ્રદર્શન ટેસ્ટની જેમ સારું નથી.