
ભારતીય પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) હંમેશા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. ત્યારે આ વખતે તેણે પોતાના સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ કરી જેનાથી તેના તમામ ચાહકોમાં એકવાર ચિંતાનો માહોલ ફરી વળ્યો હતો. આ વખતે તેમના ઘરે મહેમાન આવ્યા હતા. તે દેખાવમાં એટલો જાડો, ઊંચો હતો કે તેની સામે નજર પડતાં જ ગભરાટ ફેલાયો હતો. અમે વાત કરી રહ્યા છીએ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ (Yusuf Pathan) ના ઘરમાંથી નીકળેલા મહાકાય સાપની. હવે જ્યારે સાપ મોટો હતો ત્યારે તેને કાબૂમાં લેવાની રમત લાંબા સમય સુધી ચાલતી હતી. ઘણી કોશિશ કરવી પડી ત્યાર બાદ ઈરફાનના ઘરમાંથી સાપ પકડનારની પકડમાં આવ્યો હતો.કોને સાપનો ડર નથી લાગતો? બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ સાપથી ડરતા નથી. આવી સ્થિતિમાં જ્યારે તે સાપ ભારતના દિગ્ગજ ક્રિકેટરના ઘરે આવ્યો હોય તો ત્યાં પણ ખળભળાટ મચી ગઇ હતી.
દેખાવમાં લાંબો અને જાડો આ મહાકાય સાપ પઠાણ બ્રધર્સના ઘરના બગીચા વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ જોયા બાદ પઠાણ ભાઈઓએ સાપ પકડવાના નિષ્ણાતને બોલાવવો પડ્યો હતો. જેથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. ઈરફાન પઠાણે આ સાપને કાબૂમાં લેવાનો આખો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને જણાવ્યું કે કેવી રીતે એક અનિચ્છનીય મહેમાન ઘરમાં ઘૂસી ગયો.
સાપ જેટલો મોટો હતો તેટલો ચપળ હતો. આથી તેને પકડનાર વ્યક્તિને પણ ઘણી મહેનત કરવી પડી હતી. જે વ્યક્તિએ આ સાપને પકડ્યો ઈરફાન પઠાણે આપેલી માહિતી મુજબ તેનું નામ રાજ ભાસ્કર છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીએ રાજ ભાસ્કરનો દિલથી આભાર માન્યો તેમના કારણે જ સાપને પકડી શકાયો.
વરસાદની મોસમમાં સાપ મોટાભાગે તેમના ખાડામાંથી બહાર આવે છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરોમાં પણ ઘૂસી જાય છે. જ્યાં પ્રવેશવાની જગ્યા હોય ત્યાં તેઓ પોતાની જગ્યા બનાવે છે અને આવું જ કંઈક ઈરફાન પઠાણના ઘરે પણ જોવા મળ્યું હતું.