PM Modi in Pune: PM મોદીએ પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, પોતે ટિકિટ ખરીદીને સ્કૂલના બાળકો સાથે મુસાફરી કરી

|

Mar 06, 2022 | 12:29 PM

પીએમ મોદીએ પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું લીલી ઝંડી આપી ઉદ્ઘાટન કર્યું. ત્યાર બાદ તેઓ પોતે ટિકિટ ખરીદીને મેટ્રોમાં મુસાફરી કરી છે. મેટ્રોમાં મુસાફરી દરમિયાન પીએમ મોદીએ શાળાના બાળકો અને મેટ્રોમાં હાજર બાકીના લોકો સાથે વાતચીત કરી હતી.

PM Modi in Pune: PM મોદીએ પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, પોતે ટિકિટ ખરીદીને સ્કૂલના બાળકો સાથે મુસાફરી કરી
PM Modi inaugurates Pune Metro Rail Project

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એક દિવસીય મુલાકાતે પુણે (Pune) પહોંચ્યા છે. વડાપ્રધાને પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા(Chhatrapati Shivaji Maharaj)નું અનાવરણ કર્યું. આ મૂર્તિ 1850 કિલોની ગન મેટલથી બનેલી છે અને લગભગ સાડા 9 ફૂટ ઊંચી છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને પુણેના મેયર મુરલીધર મોહોલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પછી પીએમ મોદીએ પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ(Pune Metro Rail Project)નું લીલી ઝંડી આપી ઉદ્ઘાટન કર્યું. ત્યાર બાદ તેઓ પોતે ટિકિટ ખરીદીને મેટ્રોમાં મુસાફરી કરી છે. મેટ્રોમાં મુસાફરી દરમિયાન પીએમ મોદીએ શાળાના બાળકો અને મેટ્રોમાં હાજર બાકીના લોકો સાથે વાતચીત કરી હતી.

પીએમ મોદીએ 24 ડિસેમ્બર 2016ના રોજ આ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ કુલ 32.2 કિલોમીટરનો છે, PM મોદીએ આજે ​​12 કિલોમીટરના સેક્શનનું ઉદ્ઘાટન કર્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટની કિંમત લગભગ 11,400 કરોડ રૂપિયા છે. આ સાથે પીએમ મોદીએ ગરવારે મેટ્રો સ્ટેશન પર પ્રદર્શનનું ઉદ્ઘાટન અને નિરીક્ષણ પણ કર્યું અને મેટ્રોને આનંદનગર મેટ્રો સ્ટેશન સુધી પહોંચ્યા.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

PM મોદી મુલા-મુથા નદીના પ્રોજેક્ટના કાયાકલ્પ અને પ્રદૂષણ ઘટાડવા માટે શિલાન્યાસ પણ કરશે. રૂ. 1080 કરોડના ખર્ચે નદીના નવ કિલોમીટરના પટને પુનર્જીવિત કરવામાં આવશે. જેમાં નદી કાંઠાની સુરક્ષા, ઈન્ટરસેપ્ટર સીવેજ નેટવર્ક, જાહેર સુવિધાઓ, બોટિંગ પ્રવૃત્તિ જેવા કામો સામેલ હશે. મુલા-મુથા નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટ રૂ. 1470 કરોડથી વધુના ખર્ચે વન સિટી વન ઓપરેટરના ખ્યાલ પર અમલમાં મૂકવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ કુલ 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. તેની કુલ ક્ષમતા લગભગ 400 MLD હશે.

પુણે જતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ‘હું પુણે જવા રવાના થઈ રહ્યો છું. જ્યાં હું મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ અને સિમ્બાયોસિસ યુનિવર્સિટીની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લઈશ.’ આ સિવાય પીએમ મોદી આરકે લક્ષ્મણ આર્ટ ગેલેરી મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો: WhatsApp New Feature: હવે ઈન્ટરનેટ વિના પણ કરી શકશો મેસેજ, જાણો આ ફિચર વિશે

આ પણ વાંચો: Tech Tips: તમારા ફોનમાં જરૂરથી રાખો આ સરકારી એપ, એક એપથી જ થઈ જશે અનેક કામ

Published On - 12:18 pm, Sun, 6 March 22

Next Article