Instagram reel : પ્લસ સાઈઝ મોડલે ‘બેશરમ રંગ’ પર કર્યો અદ્ભુત ડાન્સ, દીપિકાને પણ આપી ટક્કર જુઓ વીડિયો

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'નું ગીત 'બેશરમ રંગ' વિવાદોમાં ઘેરાયેલું છે. દરમિયાન, એક પ્લસ સાઈઝ સોશિયલ મીડિયા influencerનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Instagram reel : પ્લસ સાઈઝ મોડલે બેશરમ રંગ પર કર્યો અદ્ભુત ડાન્સ, દીપિકાને પણ આપી ટક્કર જુઓ વીડિયો
પ્લસ સાઈઝ મોડલે 'બેશરમ રંગ' પર કર્યો અદ્ભુત ડાન્સ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 06, 2023 | 9:52 AM

બોલિવુડના સુપર સ્ટાર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હાલમાં તેની અપકમિંગ ફિલ્મ પઠાણને લઈ સતત ચર્ચામાં છે. પરંતુ ચર્ચાથી વધુ આ બંન્ને સ્ટારનો વિરોધ થઈ રહ્યો છે, પઠાણનું ગીત બેશરમન લઈ સતત વિવાદ ચાલું છે, આ વચ્ચે સેન્સર બોર્ડે આ ગીતના કેટલાક સીન હાટવવાનો આદેશ આપ્યો છે. એક બાજું જ્યાં આ ગીતનો વિરોધ થઈ રહ્યો છે અને ફિલ્મને લઈ સતત પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બોલિવુડ સ્ટાર અને સોશિયલ મીડિયા influencer બેશરમ રંગ ગીત પર પોતાનો વીડિયો બનાવી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે.

 બેશરમ ગીતનો વીડિયો વાયરલ

એક પ્લસ સાઈઝ સોશિયલ મીડિયા influencer અને મોડલનો આ ગીત પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તન્વી ગીતા રવિશંકરે આ ગીત પર વીડિયો બનાવી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. વીડિયોને ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તન્વી દીપિકાની જેમ સ્ટેપની કોપી કરતી જોવા મળી રહી છે.

 

 

દીપિકાના સ્ટેપની કોપી કરી

પ્લસ સાઈઝ હોવા છતાં તન્વીનું કોન્ફીડન્સ લેવલ ખુબ હાઈ છે અને તેનો અંદાજો સોશિયલ મીડિયા યુઝર્સથી લઈ સ્ટાર સુધી લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. બેશરમ રંગ પર તન્વીનો બોલ્ડ અને શાનદરા અંદાજ સૌનું ધ્યાન ખેંચી રહી છે. સોશિયલ મીડિયા influencer દીપિકાના સ્ટેપની કોપી કરી છે. આ વીડિયો પર યુઝર્સે તેના વખાણ કરતા થાકી રહ્યા નથી તમામ લોકોનું કહેવું છે કે, આ વીડિયો દ્વારા તન્વી પ્લસ સાઈઝ લોકોને મોટિવેટ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ

સોશિયલ મીડિયા influencer તન્વીના ઈન્સ્ટાગ્રામ પર ખુબ મશહુર છું. તેના દોઢ લાખથી વધુ ફોલોવર્સ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના નવા નવા વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેમણે પ્લસ સાઈઝની બેસ્ટ મોડલ માનવામાં આવે છે, તન્વી ખુબ સુંદર અને ગ્લેમરસ છે. તેનો પુરાવો તેના ઈન્સ્ટાગ્રામ પરના ફોટો છે.

Published On - 9:50 am, Fri, 6 January 23