રનવે પર દોડતા પ્લેનની પાંખ પર બેસી ગયું કબૂતર, પછી જે થયું તે જોઈ હસવું રોકી નહીં શકો

ફુલ સ્પીડમાં દોડ્યા પછી જ પ્લેન હવામાં ઉડી શકે છે. આવી સ્થિતિમાં, જો પ્લેન ઉપર કંઈપણ વસ્તુ હોય છે, તો તે પડી જશે સ્વભાવિક છે. આજકાલ એક કબૂતર સાથે થયું હતું જે પ્લેનની સ્પીડ સામે ટકી શકતું ન નથી.

રનવે પર દોડતા પ્લેનની પાંખ પર બેસી ગયું કબૂતર, પછી જે થયું તે જોઈ હસવું રોકી નહીં શકો
Pigron Viral video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 12, 2022 | 3:26 PM

ટેક ઓફ કરતા પહેલા જ્યારે પ્લેન રનવે પર દોડવા લાગે છે ત્યારે તેની સ્પીડ એટલી ઝડપી થઈ જાય છે કે અંદર બેઠેલા પેસેન્જરો પણ  પોતાની સીટ પર પાછળ ધકેલાય જાય છે. ફુલ સ્પીડમાં દોડ્યા પછી જ પ્લેન હવામાં ઉડી શકે છે. આવી સ્થિતિમાં, જો પ્લેન ઉપર કંઈપણ વસ્તુ હોય છે, તો તે પડી જશે સ્વભાવિક છે. આજકાલ એક કબૂતર સાથે થયું હતું જે પ્લેનની સ્પીડ સામે ટકી શકતું નથી.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ Viral Hog પર અવારનવાર આશ્ચર્યજનક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક કબૂતર પ્લેનની પાંખ પર બેઠેલું જોવા મળે છે. તમે આવા ઘણા એક્શન સીન જોયા હશે જેમાં હીરો પ્લેનની પાંખ પર અથવા પ્લેનની ટોચ પર બેઠેલો જોવા મળે છે અને તે વધુ સ્પીડથી પણ પ્રભાવિત નથી થતો. પરંતુ આ વીડિયોમાં હવામાં કબૂતરને કારણે જે બન્યું તે ખૂબ જ ફની અને જોવા લાયક છે.

કબૂતર વિમાનની પાંખ પરથી સરકી ગયું

વીડિયોમાં એક પ્લેન રનવે પર દોડી રહ્યું છે અને ટેક ઓફ કરવા માટે તૈયાર છે. ત્યારે અચાનક એક કબૂતર આવે છે અને તેની પાંખ પર બેસી જાય છે. રનવે પર ચાલતી વખતે પ્લેનની સ્પીડ વધે એટલે કબૂતરના પગ લપસવા લાગે છે. વિમાનની ઝડપ વધુ હોવાને કારણે પક્ષીના પંજાની પકડ ઢીલી પડી જાય છે અને તે સરકતી વખતે પાંખ પરથી નીચે પડી જાય છે. તેની સ્લાઈડિંગની સ્ટાઈલ ખૂબ જ ફની છે.

આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી

આ વીડિયોને 1.7 લાખ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે કબૂતર માઈકલ જેક્સનની જેમ મૂનવોક કરતો જોવા મળે છે. એકે કહ્યું કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કબૂતર પંખામાં ફસાઈ ન જાય. એકે કહ્યું કે એવું લાગે છે કે કબૂતરને આ કરવામાં આનંદ આવે છે. એકે કહ્યું કે કબૂતરને જોઈને લોકો ડરી ગયા હશે. એકે કહ્યું કે તે રમુજી નથી કારણ કે જો તે પંખામાં ઘૂસી ગયું હોત તો તેના કારણે પ્લેનને નુકસાન થયું હોત.