
ભારતમાં ઘણા લોકો શિયાળાની ઋતુમાં હિમવર્ષાનો આનંદ માણવા મનાલી અથવા શિમલા જેવા હિલ સ્ટેશનો તરફ વળે છે, કારણ કે શહેર અને નગરમાં શિયાળા બાદ પણ હિમવર્ષાનો અનુભવ થતો નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો દિલ્હી અને કોલકાતા જેવા શહેરોમાં હિમવર્ષા શરૂ થાય છે, તો આ શહેરો જ્યારે બરફના જાડા થરથી ઢંકાયેલા હશે ત્યારે કેવા દેખાશે. અંગશુમન ચૌધરી નામના ટ્વિટર યુઝરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કેટલીક એવી તસવીરો બનાવી છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
અંગશુમન ચૌધરીએ AIની મદદથી બનાવેલી તસવીરો ટ્વિટર પર શેર કરી અને લખ્યું, ‘હું હંમેશા વિચારતો હતો કે ભારે હિમવર્ષા દરમિયાન નવી દિલ્હી અને જૂની દિલ્હી કેવી દેખાશે? હવે એઆઈએ મને તેની કલ્પના કરવામાં મદદ કરી છે. વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે અંગશુમને એઆઈની મદદથી નવી દિલ્હી, જૂની દિલ્હી અને કોલકાતાની તસવીરો તૈયાર કરી છે. કોલકાતામાં બરફની ચાદરમાં ઢંકાયેલી ટ્રામને જોઈને તમને લંડન જેવું લાગશે. અંગશુમને આવી ઘણી તસવીરો શેર કરી છે, જેને જોઈને ઈન્ટરનેટ પર લોકો મંત્રમુગ્ધ થયા છે.
What would Delhi, both New and Old, look like during a heavy snowfall? I have always wondered. And now, AI helped me visualise it. pic.twitter.com/PO1Shtbakq
— Angshuman Choudhury (@angshuman_ch) January 4, 2023
Kolkata, snowed in… pic.twitter.com/NL3IpkIFUX
— Angshuman Choudhury (@angshuman_ch) January 4, 2023
અંગશુમ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું છે કે તેમણે આ તસવીરો મિડજર્ની નામના સોફ્ટવેરની મદદથી બનાવી છે. આ પહેલા દિલ્હીના રહેવાસી માધવ કોહલીએ AIની મદદથી અલગ-અલગ રાજ્યોની મહિલાઓની તસવીરો બનાવી હતી, જેને નેટીઝન્સ દ્વારા પસંદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં AI થી બનેલી તસવીરો ટ્વિટર પર ઘણી શેર કરવામાં આવી રહી છે.
Published On - 4:51 pm, Thu, 5 January 23