Police Men અને ArmyMenનો ફોટો થયો વાયરલ, જૂઓ અડધી રાત્રે શું કરી રહ્યા છે જવાનો

પોલીસકર્મીઓ (Police) અને જવાનોની ડ્યુટી (ArmyMen) એવી હોય છે કે તે પોતાનું કામ છોડીને બીજે જઈ શકતા નથી. જ્યાં ફરજ ઉપર હોય ત્યાં જ તેને જમી લેવું પડે છે. અહીં આપેલો વાયરલ ફોટો પણ એવું જ અહેસાસ કરાવે છે.

Police Men અને ArmyMenનો ફોટો થયો વાયરલ, જૂઓ અડધી રાત્રે શું કરી રહ્યા છે જવાનો
police And army man viral photo
| Edited By: | Updated on: Jun 14, 2022 | 4:51 PM

આપણે બધા જાણીએ છીએ કે પોલીસ (Police) અને આર્મીના જવાનો (Army Men) છે એટલા માટે આપણે સારી રીતે નીડર રહી શકીએ છીએ. કોઈ પણ જગ્યા એ હરી ફરી શકીએ છીએ, પણ ક્યારેય વિચાર કર્યો કે આ લોકો જે આપણી સેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે તે લોકો પોતાની ડ્યુટી કેવી રીતે કરતા હોય છે. જરાક એના પણ જીવનમાં ડોક્યું કરીએ તો ખબર પડે કે તે લોકોને તો ઘરે જવા પણ દેવામાં નથી આવતા તેમજ ઘણી વાર ફરજના ભાગ રૂપે તેને ઘરથી દૂર સુધી રહેવું પડતું હોય છે. ત્યારે તે લોકોને જમવાનો અને રહેવાનો સમય મળતો નથી. ક્યારેક ઘરનું જમવાનું પણ નસીબ હોતું નથી. ખાખી ડ્રેસ આસાન નથી તેના માટે એક સલામ તો બને જ છે જે લોકો ખાખી પહેરીને સ્ટ્રગલ કરે છે.

અહીં જે ફોટો વાયરલ થયો છે તેને જોતાં એવું જ લાગે છે કે તે ઘરથી દૂર કોઈ ફરજના ભાગરૂપે ગયાં છે. ફોટો ઘણું બધું કહી જાય છે. આ વાયરલ થયેલા ફોટોને વ્યવસ્થિત જોતાં માલુમ પડે છે કે તે દિલ્લીનો હોય શકે છે. કેમ કે બાઈકનાં નંબર કહે છે કે તે દિલ્લીનો છે. એક CRPFના જવાન અને એક પોલીસ જવાન બંને સાથે બેસીને બહારનું પાર્સલ કરેલું ભોજન જમી રહ્યા છે.

જૂઓ વાયરલ ફોટો….

સામાન્ય લોકો હોય છે જે કોઈ કંપની કે પોતાના બિઝનેસમાં કામ કરતાં હોય છે. તો તે લોકો થોડીવાર માટે પોતાની જગ્યા છોડીને અડધી કલાક કે કલાક માટે સારી રીતે જમી તો શકે છે પરંતુ આ લોકોની વિડંબના તો જૂઓ કે તે લોકો પોતાની ફરજની જગ્યા છોડીને બીજે ક્યાંય જમવા જઈ નથી શકતા અને રસ્તા પર અથવા જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને જમવું પડે છે. કેમ કે તેને ડર રહેતો હોય છે કે ક્યાંક તે પોતાની ફરજ ચૂકી જશે અને કોઈ ઘટના ઘટી જશે એવો ફફડાટ રહેતો હોય છે.

એક વાત બધાએ સમજવી જોઈએ કે જે લોકો પોલીસ અને આર્મીના જવાનોને ક્યારેય મહત્તવ આપતાં નથી. ઘણીવાર એવી પણ ઘટના નજર સામે આવતી હોય છે કે ટ્રેનમાં પણ લોકો આર્મી જવાનો માટે ક્યારેક બેસવાની જગ્યા આપતાં નથી. આવા તો ઘણા ન્યૂઝ એવાં છે કે આપણને
સાંભળીને પણ શરમ આવે છે. તો આજે આપણે વાત ગાંઠે બાંધી લઈએ કે કોઈ પણ પોલીસકર્મી કે આર્મી જવાનને આપણી જરૂરિયાત હોય તો આપણે તેને હંમેશા મદદ કરશું.