Viral Video: પેટ્રોલ ભરાવ્યા પછી 2000ની નોટ આપવી વ્યક્તિને ભારે પડી, પંપના કર્મચારીએ પેટ્રોલ પાછુ કાઢી લીધુ

|

May 24, 2023 | 11:53 PM

આ મામલો જાલૌનના મુખ્ય મથક ઓરાઈ કોતવાલી વિસ્તારમાં સ્થિત પેટ્રોલ પંપનો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં પંપનો કર્મચારી ગ્રાહકની બાઇકમાંથી પેટ્રોલ કાઢતો જોવા મળે છે.

Viral Video: પેટ્રોલ ભરાવ્યા પછી 2000ની નોટ આપવી વ્યક્તિને ભારે પડી, પંપના કર્મચારીએ પેટ્રોલ પાછુ કાઢી લીધુ
Image Credit source: Twitter

Follow us on

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાની સૂચનાથી, ઘણા દુકાનદારો અને પેટ્રોલ પંપ માલિકો તેને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. યુપીના જાલૌનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાચો: Viral Video: વાળ પકડી ઢસડી, લાફા માર્યા, બોયફ્રેન્ડ માટે રસ્તા વચ્ચે બે યુવતીઓ વચ્ચે થઈ મારામારી, જુઓ Video

આ વીડિયોમાં એક વ્યક્તિ પેટ્રોલ ભરાવી રહ્યો છે. તે જ સમયે, જ્યારે તે બે હજારની નોટ આપે છે, ત્યારે ત્યાં હાજર કર્મચારીઓએ તે લેવાની ના પાડી હતી. એટલું જ નહીં, તે કર્મચારીઓ વાહનની ટાંકીમાંથી પેટ્રોલ પણ કાઢે છે. જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, ત્યારથી તેની ચર્ચા ખૂબ જ થઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

વાસ્તવમાં, આ મામલો જલાઉનના મુખ્ય મથક ઓરાઈ કોતવાલી વિસ્તારમાં સ્થિત પેટ્રોલ પંપનો છે. વીડિયોમાં ગ્રાહક પંપના કર્મચારીને કહે છે કે સરકારે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રાખી છે, તો પેટ્રોલ પંપના કર્મચારીએ છુટ્ટા ન હોવાનું કહી સ્કૂટીમાંથી પાઈપ નાખીને પેટ્રોલ પાછું કાઢી નાખ્યું હતું, આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે મામલો ધ્યાને આવ્યો છે અને તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

લોકોએ આવી પ્રતિક્રિયા આપી

આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એક યુઝરે લખ્યું, ‘આ માત્ર અફવા છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘બે હજારની નોટ લેવી જોઈએ.’ તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘સરકારે તેના વિશે વિચારવું જોઈએ.’ તમને જણાવી દઈએ કે હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે હવે બે હજાર રૂપિયાની નોટ બંધ થઈ જશે. જો કે, જે નોટ બજારમાં છે, તેનો ટ્રેન્ડ નિયત તારીખ સુધી ચાલુ રહેશે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article