‘દીદી’ની ડ્રાઈવિંગ સ્કિલ પર લોકો થયા હસીને લોટપોટ, જુઓ આ ફની વાયરલ વીડિયો

કેટલાક લોકોમાં ડ્રાઈવિંગની કુશળતા એટલી નબળી હોય છે. તેઓ ગમે તે વાહન ચલાવે, અકસ્માત કરીને જ રહે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોક્કસ તમારું હસવાનું નહીં રોકી શકો.

દીદીની ડ્રાઈવિંગ સ્કિલ પર લોકો થયા હસીને લોટપોટ, જુઓ આ ફની વાયરલ વીડિયો
Funny Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 09, 2022 | 7:38 PM

બાઇક હોય કે કાર ડ્રાઈવ કરવું સરળ નથી, જોકે કાર કરતાં બાઇક ચલાવવું થોડું સરળ છે, પરંતુ આમાં પણ નવા ડ્રાઇવરો ક્યારેક બ્રેક, ગિયર, ક્લચ અને એક્સિલરેટરના ચક્કરમાં કાં તો અથડાઈ જાય છે અથવા તો જાતે પડી જાય છે. જો કે આજકાલ લોકો બાઈકને બદલે સ્કૂટી ચલાવવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે તે સરળ છે, પરંતુ કેટલાક લોકોમાં ડ્રાઇવિંગની કુશળતા એટલી નબળી હોય છે. તેઓ ગમે તે વાહન ચલાવે, અકસ્માત કરીને જ રહે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોક્કસ તમારું હસવાનું નહીં રોકી શકો.

આ વીડિયોમાં એક મહિલાએ જે રીતે સ્કૂટી ચલાવી છે, તેનાથી તમને તેની ડ્રાઇવિંગ કુશળતા પર શંકા થવા લાગશે અને આશ્ચર્ય થશે કે આખરે તેને ડ્રાઇવિંગ લાઇસન્સ કોણે આપ્યું? વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા તેના બંને પગ નીચે રાખીને સ્કૂટી ચલાવી રહી છે, જ્યારે રસ્તો સાવ ખાલી હતો, કોઈ ટ્રાફિક નહોતો. આ દરમિયાન, ડ્રાઇવિંગ કરતી વખતે તે એક ઇન્ટરસેક્શન પાસે પહોંચે છે, જ્યાંથી એક કાર ધીમે ધીમે જઈ રહી છે અને મહિલા સીધી જ જાય છે અને તેની કારને જ ટક્કર મારે છે. તે જુએ છે કે સામેથી કાર આવી રહી છે, પરંતુ તેમ છતાં તે સ્કૂટી પર બ્રેક લગાવતી નથી અને સીધી કાર સાથે અથડાય છે. હવે આવી ડ્રાઇવિંગ સ્કિલ જોઈને હસવું નહીં આવે તો બીજું શું આવશે.

‘દીદી’નો આ ફની ડ્રાઈવિંગ સ્કિલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર psycho_biihari નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 54 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ સાથે જ લોકોએ વીડિયો જોયા બાદ વિવિધ ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે મહિલાને ‘ડેડલી ડ્રાઈવર’ ગણાવી છે અને બીજા યુઝરે લખ્યું છે કે ‘તેને ક્યારે આ ચલાવતા આવડશે’. એવી જ રીતે એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે, ‘દીદીનો વાંક નથી કાર થોડી ધીમી ચાલીતી હતી.