Viral Video : મરવાની શું એક્ટિંગ કરે છે આ Doggy, જોઈને તમે પણ કહેશો કે મોટો ડ્રામેબાજ છે

Dog Viral Video : વીડિયોમાં ડોગીએ માલિકના કહેવા પર જે રીતે મરવાનું કામ કર્યું છે, તે જોઈને તમે પણ કહેશો કે તે મોટો ડ્રામેબાજ નીકળ્યો છે. લોકો વારંવાર આ રિલ્સ જોઈ રહ્યા છે.

Viral Video : મરવાની શું એક્ટિંગ કરે છે આ Doggy, જોઈને તમે પણ કહેશો કે મોટો ડ્રામેબાજ છે
dog acting Video
| Edited By: | Updated on: May 31, 2023 | 1:07 PM

કૂતરાની વફાદારીની વાતો જાણીતી છે. પરંતુ શું તમે જાણો છો કે આ પ્રાણી એક્ટિંગમાં પણ એટલું જ નિપુણ છે. અત્યારે ડોગીના આવા જ એક વીડિયોએ નેટીઝન્સને ચોંકાવી દીધા છે. કારણ કે, વાયરલ ક્લિપમાં માલિકના કહેવા પર કૂતરો જે રીતે વર્તી રહ્યો છે તે જોઈને તમે પણ દંગ રહી જશો. વીડિયોમાં ડોગીને મરવાનું અદ્ભુત કામ કરતા જોઈ શકાય છે.

આ પણ વાંચો : Singing Viral Video : બાળકનો સુંદર અવાજ લોકોના દિલને સ્પર્શી ગયો, લોકો કહ્યું- Next levelનું ટેલેન્ટ

ડોગીએ આપી જોરદાર પ્રતિક્રિયા

વીડિયોમાં કાળા કૂતરાએ જે રીતે તેની એક્ટિંગ કૌશલ્ય પ્રદર્શિત કરી છે, તેણે ઈન્ટરનેટ લોકોને દિવાના બનાવી દીધા છે. ડોગી અને મલિકની જુગલબંધીનો આ વીડિયો નેટીઝન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ રસોડામાં પાળેલા કૂતરા સાથે મસ્તી કરતો હતો. બીજી જ ક્ષણે, વ્યક્તિ તેના હાથથી બંદૂક બનાવે છે અને તેને કૂતરા તરફ ઇશારો કરીને ફાયર કરે છે. રસપ્રદ વાત એ છે કે આના પર ડોગી જે પ્રતિક્રિયા આપે છે તે જોવા લાયક છે. તે જમીન પર પડે છે જાણે તેને ખરેખર ગોળી વાગી હોય.

અહીં જુઓ, કૂતરાની મરવાની એક્ટિંગનો વીડિયો

કૂતરાનો આ વીડિયો ખરેખર શોકિંગ છે. તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @earth.reel નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યું છે. યુઝરે કેપ્શન આપ્યું છે, બેસ્ટ એક્ટર. આ કૂતરો એટલો ટ્રેન્ડી છે કે જો પ્રાણીઓ માટે શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ હોત, તો કદાચ આ કૂતરાને મળ્યો હોત.

એક દિવસ પહેલા અપલોડ કરાયેલા વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો લાઈક્સ મળી ચૂક્યા છે, જ્યારે લોકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સ કહે છે કે, તે TUBI મૂવી કરતાં વધુ મનોરંજક અને રસપ્રદ છે. જ્યારે, બીજાએ ટિપ્પણી કરી છે, આ કૂતરાએ દિલ જીતી લીધું છે. શું અભિનય કરે છે!

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો